મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૩ અને ડેમી- ૩ ડેમની કેનલોને ચાલુ કરવાની માંગ


SHARE









મોરબીના મચ્છુ-૩ અને ડેમી- ૩ ડેમની કેનલોને ચાલુ કરવાની માંગ

મોરબી જીલ્લાના ડેમો શોભાના ગાઠીયા સમાન છે તેવો સવાલ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ કર્યો છે અને મોરબીમાં આવેલ મચ્છુ-૩ અને ડેમી- ૩ ની  કેનાલ ચાલુ કરવાની માંગ કરેલ છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી  કાન્તિલાલ ડી. બાવરવાએ હાલમાં મુખ્યમંત્રીને લેખીતમા રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં સરકાર દ્વારા કરોડોના ખર્ચે ખેડૂતોને સિંચાઈની સુવિધા મળે  તે માટે મચ્છુ-૩ અને ડેમી-૩ ડેમો બનાવવામાં આવેલ છે આ ડેમોનું બાંધકામ પૂર્ણ થયાને ૧૫ વર્ષ જેવો  સમય થયેલ છે. છતાં પણ આજ દિન સુધી કેનાલોના કામો પૂર્ણ થયેલ નથી. તેમજ ખેડૂતોને કેનાલ દ્વારા  એક પણ વખત સિંચાઈ માટેનું પાણી મળેલ નથી. તો આ ડેમો શું? શોભાના ગાંઠિયા તરીકે સાચવીને  રાખવા માટે બનાવેલ  છે. જો ખેડૂતોને કેનાલ દ્વારા  પાણી આપવા માટે આ ડેમો બનાવવામાં આવેલ નથી શું? જેથી કરીને આ ડેમોની કેનાલો તાત્કાલિક પૂર્ણ કરીને ખેડૂતોને કેનાલ દ્વારા સિંચાઈનું પાણી મળે તે માટે યોગ્ય કરવાની માંગ કરેલ છે




Latest News