મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીના જડેશ્વર રોડે અકસ્માત કરીને વૃદ્ધનું મોત નિપજાવનાર બાઇક ચાલકની ધરપકડ 


SHARE









મોરબીના જડેશ્વર રોડે અકસ્માત કરીને વૃદ્ધનું મોત નિપજાવનાર બાઇક ચાલકની ધરપકડ 

મોરબીમાં આવેલ જડેશ્વર મંદિર પાસે જડેશ્વર રોડ ઉપરથી ચાલીને પગપાળા જતા વૃદ્ધને પાછળથી બાઇક ચાલકે હડફેટ લીધા હતા જેથી વૃદ્ધને માથામાં તથા શરીરે ઇજાઓ થઈ હતી માટે તેને સારવારમાં ખસેડાયા હતા જો કે, તે વૃદ્ધનું સારવારમાં મોત નીપજ્યું હતું જેથી મૃતકના ભાઈએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી છે

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ભગવતીપરા-૧ માં રહેતા અને લુહારી કામ કરતા બળવંતભાઈ ટપુભાઈ રાઠોડ જાતે લુહાર (૫૭) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, મોરબીના જડેશ્વર રોડ ઉપર આવેલ ભવ્ય ઈલેક્ટ્રીક નામની દુકાન પાસેથી તેના ભાઈ હસમુખભાઈ ટપુભાઈ રાઠોડ પગપાળા ચાલીને જતા હતા ત્યારે તેઓને પાછળથી કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધા હતા અને પછાડી દીધા હતા જેથી કરીને હસમુખભાઈને માથામાં તેમજ શરીરે ઇજાઓ થઈ હોવાથી સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું જેથી મૃતક વૃદ્ધના ભાઈની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે અકસ્માત સર્જનાર બાઇક ચાલક વસીમ યુસુફભાઈ માણેક જાતે મિયાણા (૨૦) રહે. મદીના સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરલે છે




Latest News