મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ સ્કૂલમાં વિદ્યાર્થીને માર મારનારા શિક્ષકની ધરપકડ


SHARE









મોરબીની નીલકંઠ સ્કૂલમાં વિદ્યાર્થીને માર મારનારા શિક્ષકની ધરપકડ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ ૧૨ ના વિદ્યાર્થીને બેન્ચ બદલાવાની બાબતે તેના શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી તેને માથામાં પાછળના ભાગે મુંઢ ઇજા થઇ હોવાથી મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ વિદ્યાર્થીના પિતાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાળાના શિક્ષક સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં આરોપી શિક્ષકની ધરપકડ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં ગ્રીનચોક પાસે આવેલ નાની બજારમાં રહેતા હુસેનભાઇ અબ્બાસભાઈ વેગડી જાતે દાઉદી વોરા (૪૪) એ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા ગૌતમભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેનો દીકરો ઈબ્રાહીમ વેગડી (૧૭) નીલકંઠ સ્કૂલમાં ધો.૧૨ કોમર્સમાં અભ્યાસ કરે છે અને તે ક્લાસ રૂમમાં બેઠો હતો ત્યારે બેંચ બદલાવાની બાબતે તેના શિક્ષકે તેને ઠપકો આપીને ગાલ ઉપર લાફા માર્યા હતા તેમજ માથાના પાછળના ભાગે ધોલ ધપાટ કરી હતી જેથી તેને માથામાં મુંઢ ઇજા થઈ હોવાથી મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાર બાદ વિદ્યાર્થીના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસી કલમ ૩૨૩ તથા ધ જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ ૨૦૧૫ ની કલમ ૭૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં આરોપી શિક્ષક ગૌતમભાઈ દિનેશભાઇ ગોંડલીયા જાતે બાવાજી (૨૪) રહે. કેરાળી તાલુકો મોરબી વાળાની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જયપાલસિંહ ઝાલા દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે




Latest News