મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

જો ચીફ ઓફિસર રિપોર્ટ કરે તો મોરબી નગરપાલિકાના પ્રમુખ ડિસ્કવોલિફાઇડ !: પ્રદેશિક કમિશ્નર


SHARE











જો ચીફ ઓફિસર રિપોર્ટ કરે તો મોરબી નગરપાલિકાના પ્રમુખ ડિસ્કવોલિફાઇડ !: પ્રદેશિક કમિશ્નર

મોરબી નગરપાલિકામાં બોરી બામણીનું ખેતર હોય તે રીતનો વહીવટ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને મોરબીમાં ઝુલતો પુલ તૂટી પાડવાના બનાવ પછી પાલિકાના અધિકારી અને પદાધિકારીઓની એક પછી એક બેદરકારી સામે આવી રહી છે તેવામાં પાલિકા અધિનિયમ મુજબ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં દર ત્રણ મહિને જનરલ બોર્ડની બેઠક બોલાવવાની હોય છે જો કેમોરબી પાલિકામાં છેલ્લા નવ મહિનાથી જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવી નથી જેથી કરીને આ મુદે પ્રદેશિક કમિશ્નરની સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, જો પાલિકાના ચીફ ઓફિસર દ્વારા આ બાબતે રિપોર્ટ કરવામાં આવે તો પાલિકાના પ્રમુખ સામે ડીસ્ક્વોલિફાઇડ કરવા સુધીના પગલાં ભરવામાં આવે તેવી શક્યતા છે

છેલ્લા પોણા બે માહિનામાં પાલિકાની બેદરકારીની અનેક ઘટનાઓ સામે આવી છે અને કેટલાક ચોકાવનારા ખુલાસા પણ થયેલ છે તો પણ હજુ સુધી કેમ કોઈ એક્શન સરકાર દ્વારા લેવામાં આવતા નથી તે સૌથી મોટો સવાલ છે ત્યારે વધુ એક ચોકાવનાર માહિતી સામે આવી છે જેમાં પાલિકાના પ્રમુખ સામે ડીસ્ક્વોલિફાઇડ કરવા સુધીના આકરા પગલાં ભરવામાં આવે તેવી શક્યતા છે અત્રે ઉલેખનીય છે કે, ઝુલતો પુલ તૂટી પાડવાની ઘટના બાદ પોલીસ અને સીટ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જો કે, જેની મિલકત છે તેની સામે હજુ સુધીમાં કોઈ પણ પગલાં સરકાર કે પછી પક્ષ દ્વારા લેવામાં આવેલ નથી તે હક્કિત છે ત્યારે કેમ જગજાહેર કહી શકાય તેવી બેદરકારી ઉપર પડદો પાડવા માટેનો પ્રયાસ કેમ કરવામાં આવી રહ્યો છે તે સૌથી મોટો સવાલ છે

મોરબી પાલિકામાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની ઉડીને આંખે વળગે તેવી અનેક બેદરકારી અત્યાર સુધીમાં સામે આવી છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી જેથી તેની સામે તો આકરા પગલાં લેવામાં આવે તેવા સંકેતો મળી જ રહ્યા છે ત્યારે હાલમાં મોરબી પાલિકાનો ચાર્જ મોરબીના અધિક કલેક્ટરને આપવામાં આવ્યો છે અને છેલ્લા નવ મહિનાથી એટ્લે કે માર્ચ મહિના બજેટ બોર્ડ બેઠક બોલાવવામાં આવ્યા બાદ મોરબી પાલિકામાં આજ દિવસ સુધીમાં કોઈ જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવી નથી જેથી કરીને પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર દ્વારા જો પ્રમુખ સામે પ્રદેશિક કચેરીમાં કોઈ રિપોર્ટ કરવામાં આવે તો શું પાગલ લેવામાં આવે તે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે

દરમ્યાન પ્રદેશિક કમિશ્નર ધીમંત વ્યાસ સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, પાલિકામાં દર ત્રણ મહિને જનરલ બોર્ડની બેઠક બોલાવવાની હોય છે જો કેમોરબી પાલિકામાં છેલ્લા નવ મહિનાથી જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવી નથી અને તેના માટેનો કોઈ રિપોર્ટ જે તે સમયે ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવેલ નથી પરંતુ જો હાલમાં પણ પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર દ્વારા આ બેદરકારી બાબતે રિપોર્ટ આપવામાં આવે તો પાલિકાના પ્રમુખ સામે એક્શન લઈ શકાય છે અને આ બેદરકારી માટે પાલિકાના પ્રમુખને ડીસ્ક્વોલિફાઇડ કરવા સુધીના પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે જો કે, અગાઉના ચીફ ઓફિસરે ભલે પાલિકા પ્રમુખની બેદરકારી માટે કોઈ પગલાં ન લીધા હોય પરંતુ હાલમાં પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર દ્વારા પાલિકા પ્રમુખની બેદરકારી બાબતે રિપોર્ટ કરવામાં આવશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે

અત્રે ઉલેખનીય છે કે, હાઇકોર્ટમાં હાલમાં ઝૂલતા પુલની ઘટના મુદે સુઓમોટો અને પીએલઆઈની સુનાવણી ચાલી રહી છે અને તેમાં પક્ષકાર તરીકે જોડાવા માટે પાલિકાના ૪૯ સભ્યો દ્વારા અગાઉ અરજી કરવામાં આવી હતી અને તે અરજીને હાઈકોર્ટે ફગાવી દીધેલ છે જો કે, હજુ સુધી સરકાર દ્વારા કે પછી પક્ષ દ્વારા સમગ્ર ભારતને હચમચાવી દેનાર આ દુર્ઘટના સંદર્ભે કોઈ પગલાં લેવામાં આવેલ નથી અને ઝૂલતા પુલ તૂટી પાડવાની ઘટના માટે દૂષિત કોણ તે હજુ નિશ્ચિત થયું નથી ત્યારે સતત બેદરકારીને છાવરવામાં કોને રસ છે અને કોઈને બચાવવા માટે આ બધુ કરવામાં આવી રહ્યું છે તેવો ગણગણાટ પાલિકામાં અને રાજકીય વર્તુળોમાં થવા લાગ્યો છે






Latest News