મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં મારા મારીનો બનાવ હત્યામાં પલટાયો: છરીના ઘા ઝીકતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત


SHARE









મોરબીમાં મારા મારીનો બનાવ હત્યામાં પલટાયો: છરીના ઘા ઝીકતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી મંદિર પાસે થોડા દિવસો પહેલા રેલવેના પ્લેટફોર્મની બાજુમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં એક યુવાનને પેટ, બેઠક અને વાસાના ભાગે છરીના ઘા ઝીકવામાં આવ્યા હતા અને બીજા યુવાનને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલા બંને યુવાનને મોરબીથી વધુ સારવાર માટે તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર દરમ્યાન એક યુવાનનું મોત નીપજયું છે જેથી કરીને માર મરીનો આ બનાવ હત્યામાં પલટાયો છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવે ગણેશનગરમાં રહેતા પપ્પીભાઈ નાગજીભાઈ વિકાણી (૨૫) અને ઉમિયા ચોક પાસે આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા જીતેશભાઈ કાંતિભાઈ કાંજીયા (૨૦) ને થોડા દિવસો પહેલા માર મારવામાં આવ્યો હતો અને ત્યારે પપ્પીભાઈને પેટ, બેઠક અને વાસાના ભાગે છરીના ઘા ઝીકિ દેવામાં આવ્યા હતા માટે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમ્યાન પપ્પીભાઈ નાગજીભાઈ વિકાણી (૨૫)નું મોત નીપજયું છે જેથી કરીને મારા મારિનો બનાવ હત્યામાં પલટાયો છે

અત્રે ઉલેખનીય છે કે, નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર પાસે થોડા દિવસો પહેલા રાત્રે નવ વાગ્યાના અરસામાં પપ્પીભાઈ નાગજીભાઈ વિકાણી અને જીતેશભાઈ કાંતિભાઈ કાંજીયા ઉપર રેલવેના પ્લેટફોર્મની બાજુમાં ભદુ ઉર્ફે અર્જુન, પ્યારું તથા તેની સાથે આવેલ વ્યક્તિએ ઝઘડો કરીને છરી વડે હુમલો કર્યો હતો અને ત્યારે પપ્પીભાઈને પેટ, બેઠક અને વાસાના ભાગે છરીના ઘા ઝીકવામાં આવ્યા હતા અને જીતેશભાઈને લાકડી વડે માર માર્યો હતો જેથી બંને ઇજાગ્રસ્તને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં પપ્પીભાઈ નાગજીભાઈ વિકાણી (૨૫) નું મોત નીપજયું છે જેથી રેલ્વે પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News