વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના જોધપર ગામે માતાએ કામ બાબતે ઠપકો આપતા દવા પી ગયેલ યુવતી સારવારમાં


SHARE











મોરબીના જોધપર ગામે માતાએ કામ બાબતે ઠપકો આપતા દવા પી ગયેલ યુવતી સારવારમાં

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ જોધપર (નદી) ગામે રહેતી યુવતી દવા પી જતા તેણીને સારવારમાં ખસેડવામાં આવેલ છે.પોલીસના જણાવ્યા પ્રમાણે માતાએ કામ બાબતે ઠપકો આપતા તે બાબતનું મનોમન લાગી આવતા યુવતીએ દવા પી લેતા તેણીને હાલ ગંભીર હાલતમાં સારવારમાં ખસેડવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ જોધપર (નદી) ગામે રહેતી કિરણબેન સુરેશભાઈ નામની ૨૦ વર્ષની યુવતી તેના ઘેર ઝેરી દવા પી ગઈ હતી જેથી કરીને તેણીને બેભાન હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી અને ત્યાંથી પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન ખુલ્યુ હતું કે કિરણબેનને તેની માતા દ્વારા કામ બાબતે સામાન્ય ઠપકો આપવામાં આવ્યો હતો જે બાબતનું મનમાં લાગી આવતા કિરણબેને દવા પી લેતા તેમને હાલ ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયા છે.જ્યારે બીજો બનાવ મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે બન્યો હતો જ્યાં ગોર ખીજડીયા ગામે રહેતા લક્ષ્મીબેન ભરતભાઈ કુંઢીયા નામની ૩૫ વર્ષની મહિલા વાડી વિસ્તારમાં અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેણીને અહિંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી જ્યાંથી પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ અંગે નોંધ કરીને બનાવના કારણ સંદર્ભે આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.

મારામારીમાં ઈજા

હળવદ તાલુકાના પાંડાતીર્થ ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં હિતેશ જેઠાભાઈ સાટકા જાતે ભરવાડ (૨૩), નવઘણ ભારાભાઈ ભરવાડ (૫૫) અને ભરત હરજીભાઈ ભરવાડ (૨૬) નામના ત્રણ લોકોને ઇજાઓ પહોંચતા ત્રણેયને સારવાર માટે અત્રેની સિવિલે ખસેડવામાં આવ્યા હતા જેથી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામે રહેતા રૂપાભાઈ ભીખાભાઈ ગવારીયા નામના ૩૫ વર્ષના યુવાનને તેના ઘેર બાથરૂમમાં પડી જતા ગળાના ભાગે ઈજાઓ થવાથી સારવાર માટે લવાયો હતો જેથી તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા નોંધ કરીને આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News