મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ બનેવીનું મોત, સાળો સારવારમાં


SHARE







મોરબીના આંદરણા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ બનેવીનું મોત, સાળો સારવારમાં

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ આંદરણા ગામ પાસે ડબલ સવારી બાઇકને અજાણી કારના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને સાળા અને બનેવીને ઈજા થઇ હોવાથી પ્રાથમિક સારવાર મોરબીની સિવિલમાં આપવામાં આવી હતી ત્યાર બાદ વધુ સારવાર માટે તેને રાજકોટ લઈ ગયા હતા અને સારવાર દરમિયાન બનેવીનું મૃત્યુ નીપજ્યું છે જેથી કરીને હાલમાં આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના માંડલ ગામે રહેતા રાજુભાઈ શામજીભાઈ મકવાણા (૨૪) અને તેના બનેવી મહેશભાઈ વાલજીભાઈ મૂંજારીયા (૫૦) રહે. રબાપર રોડ મેલડી માતાજીના મંદિર પાસે વાળા બાઈક ઉપર ચરાડવામાં માંડલ બાજુ બાઇક લઈને આવી રહ્યા હતા ત્યારે આંદરણા પાસે અજાણી કારમાં ચાલકે તેઓના બાઇકને હડફેટે લીધું હતું જેથી મહેશભાઈ અને તેના સાળા રાજુભાઈને ઇજાઓ થઈ હતી માટે તેઓને સારવાર માટે પ્રથમ મોરબી સિવિલે લઈને આવ્યા હતા અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને રાજકોટ ખાતે સારવાર દરમિયાન મહેશભાઈ વાલજીભાઈ મૂંજારીયા (૫૦)નું મોત નીપજયું છે જેથી કરીને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મૃતક મહેશભાઈ વાલજીભાઈ મૂંજારીયા પાંચ ભાઈ બહેનમાં સૌથી મોટા હતા અને તેને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે જો કે, અકસ્માતના આ બનાવના લીધે બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે

મારામારીમાં ઈજા

મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતી મંજુલાબેન ગોવિંદભાઈ મકવાણા નામના ૫૨ વર્ષીય મહિલાને તેના ઘરે મારામારીના બનાવમાં ઈજા થતા સારવારમાં ખસેડાયા હતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગરે તપાસ કરતા ખુલ્યું હતું કે પતિ ગોવિંદભાઈ રાતે મોડા આવ્યા હોય કેમ મોળા આવો છો..? તેમ કહેતા તે બાબતે બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયા બાદ પતિએ ફડાકા મારતા મંજુલાબેનને સારવારમાં લઈ જવાયા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગર વિસ્તારના પાછળ અક્ષરધામ પાર્કમાં રહેતા દેવાભાઈ આયદાનભાઇ ગોગરા નામના ૬૦ વર્ષને મોરબીના નવલખી રોડ સેન્ટ મેરી સ્કૂલ રણછોડ નગર પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલે ખસેડાયા હતા બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના વશરામભાઈ મેતા દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે






Latest News