મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત મોરબીમાં અડાણે મુકેલા ઘરેણા બાબતે સામસામે મારામારી, સાત ઇજાગ્રસ્તો પૈકી બે રાજકોટ ખસેડાયા
Breaking news
Morbi Today

મોરબીની 'એ' ગ્રેડ પાલિકા લોકોની સમસ્યા ઉકેલવામાં લાચાર કે નિંભર .? ઐતિહાસીક ધરોહર પાસે જ કચરાના ઢગલા


SHARE











'એ' ગ્રેડ પાલિકા લોકોની સમસ્યા ઉકેલવામાં લાચાર કે નિંભર .? ઐતિહાસીક ધરોહર પાસે જ કચરાના ઢગલા

મોરબીના ઝુલતા પુલ-ખાખરેચી દરવાજે રસ્તા ઉપર કચરાના ઢગલા થતા માર્ગ વન-વે..!

મોરબી શહેરની ઐતિહાસિક ધરોહર સમાન ઝુલતા પુલને જોવા માટે દૂર દૂરથી સહેલાણીઓ આવતાં હોય છે.ત્યારે રાજવી પરિવારે મોરબીને આપેલા નવલા નઝરાણાના વખાણ કરતાં લોકો એ ગ્રેડની મોરબી નગરપાલિકાની નાદારીનો નમુનો ઝુલતા પુલની સામે જ રસ્તા ઉપર જોઈને ઉકળી ઉઠે છે.કેમ કે દરબારગઢ તથા ઝુલતા પુલ જેવા કલાના બેનમુન ઐતિહાસિક વારસો જયાં જોવા જોવા મળે છે ત્યાં અડધા રસ્તા ઉપર સ્થાનીક વેપારીઓ, ત્યાંના રહેવાસીઓ અને જેની સફાઇ કરવાની જવાબદારી છે તેવા મોરબીની એ ગ્રેડની પાલિકાના સફાઇ કર્મચારીઓ દ્રારા જ ત્યાં કચરાના ઢગલા કરી દેવામાં આવતા કોઈપણ પ્રકારના જાહેરનામા વગર જ આ રસ્તો વન-વે બની ગયેલ છે..! કારણ કે અડધા રસ્તા ઉપર તસ્વીરમાં દેખાય છે તેવા કચરીના ઢગલા પથરાયા હોય તેવો નજારો જોવા મળે છે.વર્ષો પહેલા પાલિકાએ ખાતર ઉપર દિવો કરીને લાખો ખર્ચીને અહીં પેવર બ્લોક પાથર્યા પછી લાગતુ હતુ કે રસ્તો ચોખ્ખો રહેશે પણ અહીં તો ખુદ પાલીકાના સફાઇ કર્મીઓ દ્રારા જ રોડ ઉપર કચરો ઠાલવવામાં આવે છે..! શું આ રસ્તા ઉપરના કચરાના ઢગલાને દૂર કરવા માટેનું પાલિકા તંત્ર પાસે કોઈ આયોજન નથી..? કે પછી લોકોની સમસ્યા ઉકેલવામાં 'એ' ગ્રેડની મોરબી પાલિકાના પદાધીકારી-અધીકારી અને સ્ટાફ સક્ષમ નથી..?

તે રીતે જ મોરબીનો બેઠો પુલ જ્યાં પૂરો થાય છે ત્યાં આવેલ ગઢની રાંગ અને દરબારગઢના ગેટ પાસે એટલે કે ખાખરેચી દરવાજા તરીકે ઓળખાતી જગ્યાએ પણ કચરાના ઢગલા જોવા મળે છે ત્યાં રહેતા લોકો દ્વારા તેમજ ખુદ પાલિકાના કર્મચારીઓ દ્વારા જુદી જુદી સોસાયટી વિસ્તારમાં સફાઇ કર્યા બાદ એકત્ર થયેલો કચરો ખાખરેચી ગેટ પાસે નાખવામાં આવતો હોય ત્યાં પણ દરરોજ કચરાના ઢગલા જોવા મળે છે એટલે કે શહેરમાં આવવા જવા માટે જે મુખ્ય રસ્તો ગણાય છે ત્યાં જ પાલિકાના કર્મચારીઓ દ્વારા કચરો ઠાલવવમાં આવતો હોય ત્યાં પણ દરરોજ કચરાના ઢગલા થયેલા જોવા મળે છે. આજની નવી પેઢીને કદાચ ખબર નહીં હોય પરંતુ દરબારગઢ તેમજ આ ખાખરેચી દરવાજોએ મોરબી માટે એક ઐતિહાસિક ઇમારત સમાન છે અને તેનું રજવાડાઓના સમયમાં ખૂબ મોટું મહત્વ રહ્યુ હતુ.જો કે અફસોસ એ વાતનો છેકે પુરાતત્વ વિભાગ દ્વારા તેની દરકાર રાખવામાં આવતી નથી.તેમજ બે વર્ષ પહેલા ગઢની રાંગ વૈકલ્પીક રોડ બનાવવાના નામે તોડી પાડવામાં આવી અને તેનો કચરો પણ પાલિકા તંત્ર દ્વારા જ નદીના પટમાં ફેંકવામાં આવ્યો હતો..! (પાલીકા જ નદીમાં કચરો ફેંકે તો નગરજનોને કોણ રોકશે..?! હાલ પણ નદીના પટમાં કચરો ફેકવાનું ચાલુ જ છે.) છતાં આજે લાંબા સમય બાદ પણ ત્યાં રોડ નથી બન્યો..! તેમજ ગઢની રાંગ તોડીને જે કચરો નદીના પટમાં ફેંકવામાં આવ્યો હતો અને ત્યાં ઉપરની ગોલા બજાર લઇ જવાની વાત હતી તે કામમાં આજે વર્ષો બાદ પણ કશું બન્યું નથી..! એટલે કે માત્ર ઠાલા વચનો અને ખોટા આયોજનો થયા બાદ કોઇ નક્કર કામગીરી થતી નથી અને લાખોના બિલ બનાવીને ચૂકવાઇ જાય છે તે નરી વાસ્તવિકતા છે અને છેલ્લે લોકોના નસીબમાં તો કચરાના ઢગલા, અંધારાપટ, ઉભરાતી ગટરો, ગંધાતા ઉકરડા અને તૂટેલા ફુટેલા થીગડાગ્રસ્ત રોડ જ રહે છે તે નરી વાસ્તવીકતા છે.






Latest News