મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયા સર્કલથી રવાપર ચોકડી સુધી કેનાલની બાજુમાં બનાવેલ રોડ ટૂંકા ગાળામાં તૂટી જતા મુખ્યમંત્રીને ફરિયાદ


SHARE









મોરબીના ઉમિયા સર્કલથી રવાપર ચોકડી સુધી કેનાલની બાજુમાં બનાવેલ રોડ ટૂંકા ગાળામાં તૂટી જતા મુખ્યમંત્રીને ફરિયાદ

મોરબી હાલમાં ધણી ધોળી વગરનું ગામ હોય તે રીતે શહેરમાં સરકારી કામો થઈ રહ્યા છે હાલમાં ચીફ ઓફિસર ન હોય અને જેતે અધિકારી પોતાની રીતે મન ફાવે તેમ કામ કરતા હોય કોન્ટ્રાક્ટરોને લીલા લહેર હોય તેવો ઘાટ સીટીમાં સર્જાયો છે.મોરબીના ઉમિયા સર્કલથી રવાપર ચોકડી સુધી કેનાલની બાજુમાં બનાવવામાં આવેલ રોડ તકલાદી બન્યો હોવાની રાવ છેક મુખ્યમંત્રી સુધી કરવામાં આવી છે.મોરબી નગર પાલિકા દ્વારા બનાવવામાં આવેલ ઉમિયા સર્કલથી રવાપર ચોકડી સુધીના કેનાલની બીજી બાજુના રોડનું કામ છ માસ કરતા પણ ઓછા સમયમાં તૂટી જવા પામેલ હોય જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી જણાવવામાં આવેલ છે કે, મોરબી શહેરમાં મોરબી નગર પાલિકા દ્વારા કરોડોના ખર્ચે ઉમિયા સર્કલથી રવાપર ચોકડી સુધીના અને તેનાથી આગળ સુધી સિમેન્ટ કોન્ક્રીટ રોડ બનાવામાં આવેલ છે.આ રોડ જયારે બની રહયો હતો ત્યારે પણ કામની ગુણવતા નબળી થતી હોવા બાબતે રજૂઆત કરેલ હતી. પરંતુ તંત્ર દ્વારા કોઈ જાતનું ધ્યાન આપવામાં આવેલ ન હતું કદાચ તંત્ર પણ આ ભષ્ટ્રાચારમાં સામેલ હોય તેવું બની શકે ? આ રોડ બન્યાને હજુ છ માસ જેવો પણ સમય થયેલ ના હોવા છતાં આ રોડ તુટવાની શરૂઆત થઇ ચુકી છે.ભીમાણી પ્રોવીઝન સ્ટોરની બાજુમાં તેમજ અન્ય જગ્યાએ નવો બનાવાયેલ સીસીરોડ તૂટવાની શરુઆત થઇ ગયેલ છે..! જો પબ્લિકના ટેક્ષના પૈસાનો આવો દુર ઉપયોગ થઇ રહ્યો હોય અને તંત્ર દ્વારા આવી બેદરકારી રાખે તે કેટલું વ્યાજબી  છે..? આ માટે જે તે જવાબદારો સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરી પગલા લેવામાં આવે તેમજ તુટલો રોડ તાત્કાલિક કોન્ટ્રાકટર દ્રારા રીપેર કરવા માટે યોગ્ય કરવામાં આવે અન્યથા ના છુટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે.તેવી ચીમકી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ ઉચ્ચારેલ છે.




Latest News