ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના પીપળીયા ચાર રસ્તા પાસે ચાલુ ટ્રકમાં છાતીમાં દુખાવો ઉપાડતાં સારવારમાં ખસેડાયેલ ડ્રાઈવરનું મોત


SHARE













માળીયા (મી)ના પીપળીયા ચાર રસ્તા પાસે ચાલુ ટ્રકમાં છાતીમાં દુખાવો ઉપાડતાં સારવારમાં ખસેડાયેલ ડ્રાઈવરનું મોત

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ પીપળીયા ચાર રસ્તા તરફ સરદાર પેટ્રોલ પંપ પાસેથી ટ્રક ડ્રાઇવર પોતાનો ટ્રક લઈને પસાર થતો હતો ત્યારે તેને અચાનક છાતીમાં દુખાવો પડ્યો હતો જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે માળિયા મીયાણા સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યારે ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરેલ જેથી આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ રાજસ્થાનના ભરતપુર જિલ્લાના નંદભય તાલુકામાં આવેલ કરીલી ગામના રહેવાસી પ્રભુદયાલ રામખેલાડી ચૌધરી જાતે જાટ (ઉંમર ૬૦) પોતાના હવાલા વાળો ટ્રક નં. આરટી ૪૭ જીએ ૫૦૧૦ લઈને મોરબી માળિયા હાઇવે ઉપર પીપળીયા ગામ નજીક આવેલ સરદાર પટેલ પેટ્રોલ પંપ પાસેથી પસાર થતા હતા ત્યારે તેને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી કરીને ટ્રક ડ્રાઇવરને પ્રથમ સારવાર માટે માળિયા મિયાણાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી તેને વધુ સારવાર માટે ઈકો ગાડીમાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ અંગેની જાણ માળિયા મીયાણા તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

એક બોટલ દારૂ

મોરબીના પંચાસર રોડ ઉપર મામાદેવના મંદિર પાસેથી બાઈક લઈને પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૭૫ ની કિંમતની દારૂની બોટલ તથા ૨૦૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક આમ કુલ મળીને ૨૦૩૭૫ ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો. જોકે આરોપી તેનું બાઈક મૂકીને ત્યાંથી નાસી ગયો હતો જેથી કરીને હાલમાં પોલીસે દિવ્યેશ ઉર્ફે મુન્નો ગણેશભાઈ પટેલ રહે ખોડીયાર પાર્ક સોસાયટીવાવડી રોડ મોરબી વાળાને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News