દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રપરામાં મંદિરમાંથી સોના-ચાંદીના આભૂષણોની ચોરી


SHARE









મોરબીના મહેન્દ્રપરામાં મંદિરમાંથી સોના-ચાંદીના આભૂષણોની ચોરી

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં આવેલ માતાજીના મંદિરમાંથી સોના ચાંદીના આભૂષણોની ચોરી કરવામાં આવી છે જેથી કરીને તે બનાવ સંદર્ભે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના મહેન્દ્રપરા શેરી નં-૨ માં આવેલ મહાકાળી માતાજીના મંદિરને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને મંદિરના દરવાજાને તાળા તોડીને મંદિરમાં માતાજીની મૂર્તિ ઉપર ચડાવવામાં આવેલ સોનાના ત્રણ છતર જેની કિંમત ૧.૩૨ લાખ અને ચાંદીના નાના આઠ છતર જેની કિંમત ૮૦૦૦ રૂપિયા આમ કુલ મળીને ૧.૪૦ લાખ ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સરદારબાગની પાછળના ભાગમાં શિવમ હાઈટ્સ બ્લોક નં-૫ માં રહેતા દિનેશભાઈ મોતીલાલ ભોજાણી જાતે લોહાણા (૭૦) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને હાલમાં ચોરીના આ ગુનામાં પોલીસે આરોપી દિનેશભાઈ પુંજાભાઈ ટુંડિયાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાનનું મોત

મોરબી નજીકના સોમાણી સીરામીકના લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો કિશોરભાઈ કાલુરામ સોરટી (૪૫) નામનો યુવાન લેબર ક્વાર્ટર પાસે ચક્કર ખાઈને પડી ગયો હતો જેથી કરીને બેભાન હાલતમાં તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો જેથી કરીને આ અંગેની પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News