મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીમાં એક વર્ષમાં ૬૬૯ પીડીત મહિલાઓને 181 મહિલા હેલ્પલાઇન ટીમે મદદ પહોચાડી


SHARE









મોરબીમાં એક વર્ષમાં ૬૬૯ પીડીત મહિલાઓને 181 મહિલા હેલ્પલાઇન ટીમે મદદ પહોચાડી

ગુજરાત સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ દ્રારા કાર્યાન્વિત અને ઈ. એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વીસ દ્વારા સંચાલિત એક અભિનવ હેલ્પલાઇન તરીકે અભયમ 181 મહિલા હેલપલાઇન લાઇન પિડીત મહિલાઓ, યુવતીઓ, વિદ્યાર્થીનીઓ, અને સીનીયર સિટીઝન મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. અભયમ હેલ્પલાઇન ૨૪ x ૭ વિનામૂલ્યે સેવાઓ પુરી પાડી રહી છે, જેથી દિન પ્રતિદિન ગુજરાતની મહિલાઓમાં અનેરો વિશ્વાસ સંપાદિત કરવામાં સફળતા પ્રાપ્ત કરી રહીં છે

ગુજરાત સરકારની મહિલાઓ પ્રતિ કટિબદ્ધતા પુરવાર કરી રહેલ છે. કઠવાડા અમદાવાદ ખાતેની ટેકનિકલ સુવિધાથી સુસજ્જ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પિડીત મહીલાને ઝડપી પ્રતિસાદ આપી ઘટના સ્થળે અભયમ રેસ્ક્યું ટીમ મદદ, માર્ગદર્શન અને બચાવની સેવાઓ આપી રહી છે. ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિ અને પ્રોજેક્ટ હેડ નરેન્દ્રસિંહ ગોહિલનાં માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અભયમ સેવાઓ અસરકારતાથી આગળ વધી રહી છે. મહિલાઓ પર થતા શારીરિક, માનસિક, જાતિય અત્યાચાર સહિત ઘરેલું હિંસા સહિતના કિસ્સાઓ, કામનાં સ્થળે જાતિય સતામણી, લગ્નજીવનના વિખવાદો, લગ્નેતર સંબંધ, મનોરોગી મહિલાઓની સમસ્યાઓ, બાળ જન્મ, બાળ લગ્ન, બિન જરુરી ફોન કોલ-મેસેજ થી હેરાનગતિ, મહિલાને મિલકતમાં ભાગીદારી, છેડતી, સાયબર ક્રાઇમ,અપહરણ, બળાત્કાર કે અન્ય પ્રકારના કિસ્સાઓમા મદદરૂપ બનેલ છે.

અસરકારક કાઉન્સિલગ દ્વારા વિખરાતા પરિવારને બચાવ્યાની અનોખી કામગિરી કે મનોરોગી મહિલાઓને પરિવાર સાથે મિલન કે સુરક્ષિત આશ્રય અપાવવો કે આત્મહત્યાના વિચારોમાંથી મુક્તિનાં કેસમા આજે ૧૮૧ અભયમ વધુને વધુ સુદ્રઢતાથી સેવાઓ પહોચાડી રહી છે. અનેક મહિલાઓના જીવનમાં એક આશાનું કિરણ., સુખમય જીવન જીવવા અભયમ પ્રેરણાદાયી બની રહ્યું છે તેથી જ તો ગુજરાતની મહિલાઓ ૧૮૧અભયમને પોતાની સાચી સખી સાહેલી તરીકે વિશ્વાસુ બની રહી છે. અભયમ સેવા સરકારના અન્ય વિભાગો સાથેનું મજબુત સંકલન, સુસજ્જ ટેકનિકલ માળખુ, પ્રોફેશનલ ટીમ, સ્ટેક હોલ્ડર સાથે સંકલન અને સેવાભાવનાની કટિબદ્ધતાથી ઝડપી સેવાઓ પહોંચાડવામાં અસરકારકતાથી કાર્ય કરી રહેલ છે અભયમ મોબાઈલ એપ્લિકેશન, અભયમ પોલિસ હેલ્પ ડેસ્ક પણ ઝડપી સેવાઓ મા ઉપયોગી નિવડી રહ્યું છે.

ગુજરાત રાજ્ય માંથી વર્ષ ૨૦૧૫ થી અત્યાર સુધી ૧૨ લાખ જેટલા પિડીત મહિલાઓએ સલાહ સૂચન, મદદ અને બચાવ માટે ૧૮૧  મહિલા હેલ્પલાઇનમાં કૉલ કરેલ અને જેમાંથી ખાસ કિસ્સાઓમાં ધટના સ્થળે પહોંચી અઢી લાખ ઉપરાંત મહિલાઓને રેસ્કયું ટીમ દ્વારા બચાવ અને મદદ પહોંચાડવામાં આવી હતી. બાકી ના મહિલાઓને માર્ગદર્શન અને સંદર્ભ સેવાઓ આપવામા આવી હતી. વર્ષ ૨૦૨૨માં મોરબી ૧૮૧ અભયમ હેલ્પલાઇન દ્વારા ૬૬૯ પીડિત મહિલાઓને ઘટના સ્થળ પર જ મદદ પહોચાડવામાં આવી હતી જેમાંથી ૪૨૩ જેટલા કિસ્સાઓમાં કુશળ કાઉન્સિલિંગ દ્વારા સ્થળ પર જ સમાધાનકારી નિરાકરણ લાવવામાં આવેલ અને અન્ય ૨૪૨ કિસ્સાઓમાં પીડિતાની ગંભીર પ્રકારની સમસ્યા જણાતા પીડિત મહિલાઓને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન,મહિલા સહાયતા કેન્દ્ર,સખી વન સ્ટોપ સેન્ટર વગેરે મહિલાલક્ષી સંસ્થાઓ સુધી લઈ જવામાં આવેલ છે.




Latest News