મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા(મી), વાંકાનેર અને હળવદ તાલુકામાં દારૂની ચાર રેડ: ૧૮ બોટલ દારૂ, ૧૫૦૦ લિટર આથો કબજે કર્યો


SHARE





માળીયા(મી)વાંકાનેર અને હળવદ તાલુકામાં દારૂની ચાર રેડ: ૧૮ બોટલ દારૂ, ૧૫૦૦ લિટર આથો કબજે કર્યો

માળીયા મીયાણા તાલુકાના સુલતાનપુર ગામે ખેતરના શેઢે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દારૂની બાર બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૪૫૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે આરોપી સ્થળ ઉપર હાજર ન હોવાથી તેની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના સુલતાનપુર ગામે રહેતા છગનભાઈ પંકજભાઈ સનુરાના ખેતરના શેઢે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દારૂની બાર બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૪૫૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો સ્થળ ઉપરથી કબજે કર્યો હતો જોકે, આરોપી છગનભાઈ પંકજભાઈ સનુરા રહે. સુલતાનપુર વાળા સ્થળ ઉપર હાજર ન હોવાથી તેની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

ત્રણ બોટલ દારૂ

વાંકાનેર તાલુકાની હદમાં આવતા સરતાનપર ગામની સીમમાં સિરામિક કારખાના પાસેથી પસાર થતાં શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની ત્રણ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૧૧૨૫ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને રામજીભાઈ વાલજીભાઈ ગેલડીયા જાતે કોળી (ઉંમર ૨૮) રહે નાળધ્રિ તાલુકો મુળી જિલ્લો સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરેલ છે

ત્રણ બોટલ દારૂ

વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે ખોખી મોખી તરીકે ઓળખાતી સીમમાં સાજડીયારી ફાટકથી અગાભી પીપળીયા જવાના કાચા રસ્તા ઉપરથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની ત્રણ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૧૨૫ ની કિંમતની દારૂની બોટલો સાથે હરેશ ઉર્ફે હરી પ્રવીણભાઈ ઉકેડીયા જાતે કોળી (૧૯) રહે. આગામી પીપળીયા વાળાની ધરપકડ કરેલ છે

દેશી દારૂ

હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમમાં રાયધનભાઈ છગનભાઈ કોળીની વાડી પાસે બ્રાહ્મણી નદીના પટમાં જાહેરમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૧૫૦૦ લિટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૩૦૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ માલ લાલાભાઇ રઘુભાઈ ચરમારી જાતે કોળી રહે. સુંદરનગર વાળાનો હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News