મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં માળિયા ફાટક ચોકડી પાસેથી ૧૨૦ બોટલ દારૂ ભરેલ કાર સાથે ત્રણ શખ્સ પકડાયા


SHARE









મોરબીમાં માળિયા ફાટક ચોકડી પાસેથી ૧૨૦ બોટલ દારૂ ભરેલ કાર સાથે ત્રણ શખ્સ પકડાયા

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં સર્કિટ હાઉસ પાસે આવેલ માળિયા ફાટક ઓવરબ્રિજ પાસેથી પસાર થતી વરના ગાડીને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે ગાડીમાંથી દારૂની ૧૨૦ બોટલ મળી આવી હોય પોલીસે દારૂ અને ગાડી મળીને ૨.૪૫ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને ત્રણ શખ્સોની ધરપકડ કરેલ છે અને દારૂનો જથ્થો આપનાર શખ્સનું નામ સામે આવ્યું હોય તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસ નજીક બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે આવેલ માળિયા ફાટક ચોકડી નજીકથી વરના કાર નં. જીજે ૩ ડીજી ૫૯૦૮ પસાર થઈ રહી હતી ત્યારે આ કારને રોકીને એલસીબીની ટીમ દ્વારા કારને ચેક કરવામાં આવી હતી ત્યારે કારમાંથી દારૂની ૧૨૦ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૪૫૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તથા બે લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૨.૪૫ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે રવિ તુલસીભાઈ મુંજારીયા જાતે રાવળદેવ, અજીતસિંહ મહેન્દ્રસિંહ જાડેજા જાતે દરબાર અને રાજપાલસિંહ અશોકસિંહ જાડેજા જાતે દરબાર રહે. ત્રણેય વિદ્યુત નગર શેરી નં-૩ સર્કિટ હાઉસ સામે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સો પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે રહેતા ગજેન્દ્રસિંહ ઉર્ફે ઘોઘુભા બાપાલાલ ઝાલા પાસેથી મળ્યો હોવાનું તેને કાબુલ કર્યું છે જેથી કરીને પોલીસે તેની સામે ગુનો નોંધીને તેને પણ આ ગુનામાં પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે




Latest News