મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી નજીક પેપર મિલમાં પેપર રોલની નીચે દબાઈ જવાથી આધેડનું મોત


SHARE









મોરબી નજીક પેપર મિલમાં પેપર રોલની નીચે દબાઈ જવાથી આધેડનું મોત

મોરબીના લીલાપર જોધાપર રોડ ઉપર આવેલ પેપર મિલમાં મશીન પાસે પેપરના રોલ નીચે દબાઈ જવાથી આધેડનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ યુપીના ફિરોઝાબાદ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી નજીકની લીલાપર ચોકડી પાસે આવેલ હનુમાન મંદિર પાસે રહેતા જાનુકીપ્રસાદ કરણસિંહ મધુકર જાતે યાદવ (ઉંમર ૫૧) લીલાપર જોધાપર રોડ ઉપર આવેલ તીર્થક પેપર મીલ કારખાનામાં ફિનિશિંગ વિભાગમાં મજૂરી કામ કરતા હતા દરમિયાન પેપર રોલ મૂકવાની જગ્યાએ તેને રાત્રિના સમયે નીંદર આવી જતા તે સુઈ ગયા હતા અને પેપર રોલ પૂરો થતાં મશીન એરિયાની ઈલેક્ટ્રીક ક્રેનથી બીજો પેપર રોલ જેનો વજન આઠ ટન હતો તે પેપર રોલની જગ્યાએ પેપર રોલ ક્રેનથી પેપર રોલને મુકવા જતા પેપર રોલની નીચે દબાઈ જવાથી જાનુકીપ્રસાદ મધુકરનું મૃત્યુ નીપજ્યું હતું જે બનાવવાની તીર્થક પેપર મીલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા પ્રકાશભાઈ વિજયશંકર આઝાદ (૨૯) એ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News