મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

સરકારના બજેટમાં મંજૂર કરેલ ૪૦૦ કરોડનો સિરામિક પાર્ક મોરબીમાં કયા બનશે તે હજુ પ્રશ્ન: ઉદ્યોગકારોમાં ગણગણાટ


SHARE







સરકારના બજેટમાં મંજૂર કરેલ ૪૦૦ કરોડનો સિરામિક પાર્ક મોરબીમાં કયા બનશે તે હજુ પ્રશ્ન: ઉદ્યોગકારોમાં ગણગણાટ

મોરબીની આસપાસમાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ આવેલ છે જો કે, આ ઉદ્યોગના પાણી, લાઇટ, રસ્તા સહિતના પ્રશ્નોને વર્ષોથી ઉકેવામાં આવેલ નથી તે હક્કિત છે અને જયારે પણ બજેટ આવે છે ત્યારે આહિના આગેવાનો શિટના ઉદ્યોગકારો દ્વારા સરકાર પાસે પ્રાથમિક સુવિધાને લગતી આશ અને અપેક્ષાઓ જ રજૂ કરવામાં આવતી હોય છે ત્યારે હાલમાં મોરબીના સિરમાઈક ઉદ્યોગકારોમાં સિરામિક પાર્કને લઈને ગણગણાટ શરૂ થયો છે અને ૧૦ મહિના પહેલા ગુજરાત સરકારના બજેટમાં ૪૦૦ કરોડનો સિરામિક પાર્ક મંજૂર કરવામાં આવ્યો હતો જો કે, આ સિરામિક પાર્ક કયા બનાવવામાં આવશે અને સરકારે મંજૂર કરેલા ૪૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કયા કરવામાં આવશે તેનું આજની તારીખે કોઈ ઠેકાણું નથી અને સરકારના આગામી બજેટ માટેની હવે તૈયારીઓ થવા લાગી છે

મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકારમાં પ્રાથમિક સુવિધા સહિતની માંગણીઓ કરવામાં રહી હતી જેને ધ્યાને લેવામાં આવી નથી અને આજની તારીખે મોરબીની આસપાસમાં આવેલા સિરામિકના કારખાનામાં કામ કરતાં બે લાખ કરતાં વધુ શ્રમિકો અને તેની સાથે રહેતા તેના પરિવારજનો માટે શુધ્ધ પીવાનું પાણી કારખાનામાં આપી શકાય તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી નથી તે હક્કિત છે દરમિયાન ગુજરાત રાજ્ય સરકારનું  છેલ્લે નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું તેમાં મોરબીના સિરામિક ઝોનની અંદર ઇન્ટરનેશનલ કક્ષાનો સિરામિક પાર્ક બનાવવા માટે સરકાર દ્રારા ૪૦૦ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા જો કે, આ જાહેરાતને આજની તારીખે ૧૦ મહિના જેટલો સમય વીતી ગયો છે તો પણ હજુ સુધી સિરામિક પાર્કના કોઈ ઠેકાણા નથી જેથી કરીને આ સિરામિક પાર્ક બનશે કે કેમ તે પ્રશ્ન ઊભો થયો છે

મોરબીની આસપાસના સિરામિક કારખાનામાં બનતી સિરામિક ટાઇલ્સને દેશના દરેક ખૂણામાં તેમજ વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવતી હોય છે ત્યારે  દેશના જુદા-જુદા રાજયોમાંથી તેમજ ઇન્ટરનેશનલ ગ્રાહકો મોરબી આવતા હોય છે. પરંતુ બસ સ્ટેશન કે શહેરના મુખ્ય માર્ગમાંથી જ્યારે ખરીદનાર ઉદ્યોગપતિના કારખાના સુધી પહોંચે તે દરમિયાન માલની ખરીદનાર મોરબી શહેરની ગંદકી, તૂટેલા ગાબડાયુકત રોડ અને મગરમચ્છની પીઠ જેવા ઉબડખાબડ રસ્તાઓ તેમજ ધૂળની ઉડતી ડમરીઓ જ જોવા મળતી હતી તેનાથી વિશેષ મોરબીના સિરામિક ઝોનમાં પણ કોઈ સારી સુવિધાઓ નથી જેથી કરીને આ સમગ્ર સમસ્યાઓના નિરાકરણ માટે સિરામીક એસો. તેમજ ઉદ્યોગકારો દ્વારા ઘણા સમયથી સરકાર પાસે પ્રાથમિક સુવિધાઓમાં વધારો કરવામાં આવે તેમજ પાણી, લાઇટ અને રોડ-રસ્તા સહીતનું સ્થાનીક ઇન્ફ્રાસ્ટ્રકચર સુધારવામાં આવે તેવી માગણી સરકારમાં કરવામાં આવી છે અને જયારે પણ બજેટ જાહેર થવાનું હોય છે ત્યાર પહેલા આગેવાનો અને ઉદ્યોગકારો દ્વારા પ્રાથમિક સુવિધામાં સુધારો કરવા માટેની જ માંગ કરવામાં આવે છે

આજની તારીખે સીરામીક સીટી તરીકે દુનીયાભરમાં ઓળખ ધરાવતા મોરબી સિટીમાં ભારતના અન્ય રાજયોના જ નહીં પણ દુનીયાના અન્ય દેશોના લોકો પણ મોરબી આવતા હોય છે ત્યારે સિરામિક ઝોનમાં ભાંગેલા રોડ સહિતની અસુવિધાના લીધે મોરબીની આબરૂ ખરડાઈ ગઈ હતી તેવા સમયે સિરામીક એસો. દ્વારા સરકાર સમક્ષ કરવામાં આવેલ વારંવારની રાજુયાતોને ધ્યાને લઈને સિરામિક ઉદ્યોગકારોને રાજી કરવા માટે ગત નાણાકીય બજેટમાં મોરબીના સીરામીક ઝોન માટે ૪૦૦ કરોડ રૂપિયાના ખર્ચે "ઈન્ટરનેશનલ કક્ષાનો સિરામિક પાર્ક" બનાવવા માટેનું કામ મંજુર કર્યું હતું જો કે, આ જાહેરાતને આજની તારીખે ૧૦ મહિના જેટલો સમય વીતી ગયો છે તો પણ હજુ સુધી ઈન્ટરનેશનલ કક્ષાના સિરામિક પાર્ક માટેનું શું આયોજન છે ?, કયા બનાવવામાં આવશે ?, મોરબીના સિરામિક ઉદ્યોગકારોને આ ઈન્ટરનેશનલ કક્ષાના સિરામિક પાર્કથી શું ફાયદો થવાનો છે ? કઈ કઈ કામગીરીમાં આ ૪૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે તે સહિતની કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા અધિકારીઓ કે પછી સરકાર દ્વારા કરવામાં આવી નથી જેથી કરીને આ ૪૦૦ કરોડ ખરેખર વાપરવામાં આવશે કે કેમ તે પણ સવાલ ઊભો થયો છે






Latest News