વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં મંદિરમાંથી ચોરાયેલ સોના-ચાંદીના આભૂષણો ખરીદનાર વેપારીની ધરપકડ


SHARE









મોરબીમાં મંદિરમાંથી ચોરાયેલ સોના-ચાંદીના આભૂષણો ખરીદનાર વેપારીની ધરપકડ

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં આવેલ માતાજીના મંદિરમાંથી સોના ચાંદીના આભૂષણોની ચોરી કરવામાં આવી હતી જે સંદર્ભે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરી કરનાર ઇસમ બાદ ચોરઉ માલની ખરીદી કરનાર સોની વેપારીની ધરપકડ કરેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના મહેન્દ્રપરા શેરી નં-૨ માં આવેલ મહાકાળી માતાજીના મંદિરને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને મંદિરના દરવાજાને તાળા તોડીને મંદિરમાં માતાજીની મૂર્તિ ઉપર ચડાવવામાં આવેલ સોનાના ત્રણ છતર જેની કિંમત ૧.૩૨ લાખ અને ચાંદીના નાના આઠ છતર જેની કિંમત ૮૦૦૦ રૂપિયા આમ કુલ મળીને ૧.૪૦ લાખ ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદારબાગની પાછળ શિવમ હાઈટ્સમાં રહેતા દિનેશભાઈ મોતીલાલ ભોજાણી જાતે લોહાણા (ઉમર ૭૦) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ કે.એચ.ભોચીયા દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપનાર દિનેશભાઈ પુંજાભાઈ ટુંડિયા નામના ઇસમની ધરપકડ કરી હતી અને તપાસનો દોર આગળ વધારીને ઉપરોક્ત ચોરાઉ સોના-ચાંદીના દાગીનાઓની ખરીદી કરનાર અરવિંદ કાનજીભાઈ ચાવડા જાતે સતવારા (ઉમર ૪૯) ધંધો સોનીકામ રહે.શનાળા તાતની વાડી મેલડીમાઁના મંદિર પાસે મોરબી વાળાની ચોરાઉ મુદામાલ ખરીદવા સબબ ધરપકડ કરીને તેને પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વીસીપરામાં આવેલ કુલીનગર શેરી નંબર-૨ માં રહેતા નુરમહંમદ કરીમભાઇ કટિયા (૪૦) અને ગુલમામદ હબીબભાઈ કટિયા (૭૧) નામના બે લોકો બાઈકમાં બેસીને જતા હતા ત્યારે મોરબીના મહેન્દ્રપરા નજીક આવેલ આસ્વાદ પાનની પાસે તેઓ બાઈકમાંથી પડી જતા બંનેને ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવા હતા જેથી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફૂલતરીયા દ્વારા નોંધ કરીને આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.જ્યારે મોરબીના શનાળા પાસે આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતા પ્રફુલ ગોબરભાઇ વાઘેલા નામના ૩૫ વર્ષના યુવાનને તેના રહેણાંક વિસ્તાર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેને પણ સિવિલ હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો જેથી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

બાળકી સારવારમાં

ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતી કરીનાબેન અરવિંદભાઈ બાંભણિયા નામની સાત વર્ષની બાળકીને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેઓ ઓટાળાથી સાવડી (સરૈયા) જતા હતા ત્યારે રસ્તામાં લતીપર રોડ ઉપર વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા કરીનાને સારવારમાં મોરબી લવાઇ હતી જેથી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ નોંધ કરી બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરી હતી




Latest News