મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીના ત્રિમંદિર ખાતે જિલ્લા કક્ષાનું પ્રાથમિક વિભાગનું વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ પ્રદર્શન ખુલ્લું મુકાયું


SHARE









મોરબીના ત્રિમંદિર ખાતે જિલ્લા કક્ષાનું પ્રાથમિક વિભાગનું વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ પ્રદર્શન ખુલ્લું મુકાયું

જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર, જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ પ્રેરિત, મોરબી જિલ્લા શિક્ષણ સમિતી અને   બી.આર.સી. મોરબી આયોજિત જિલ્લા કક્ષાનું પ્રાથમિક વિભાગનું વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ પ્રદર્શન તા.૪ થી ત્રિમંદિર નવલખી રોડ ખાતે ખુલ્લું મુકાયું છે આ પ્રદર્શનનો  મુખ્ય વિષય ટેક્નોલોજી અને રમકડાં છે જેમાં ડાયેટ રાજકોટના પ્રાચાર્ય ડૉ.સંજયભાઈ મહેતા, મોરબી જિલ્લા  શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવિણભાઈ અંબારિયા, ડેપ્યુટી ડીપીસી પ્રવિણભાઈ ભોરણિયા હાજર રહ્યા હતા મોરબીના બી.આર.સી. કૉ. ચિરાગભાઈ આદ્રોજાએ સ્વાગત પ્રવચન અને ડાયેટ રાજકોટના વિજ્ઞાન સલાહકાર દીપાલીબેન વડગામાએ પ્રદર્શનની રૂપરેખા આપી હતી આ પ્રદર્શનમાં તાલુકા કક્ષાએથી ઉત્તમ પાંચ પાંચ કૃતિઓ મળી કુલ ૨૫ શાળાઓના ૫૦  બાળકોની સાથે ૨૫ માર્ગદર્શક શિક્ષકોએ ભાગ લીધો હતો. અને જીતેન્દ્રભાઈ પાંચોટિયા તેમજ રામજીભાઈ જાકાસણિયાના અનુક્રમે 'શબ્દચિત્ર'  અને 'વિજ્ઞાન પ્રયોગો' ના પ્રદર્શનો ગોઠવાયા હતા આ તકે ટીપીઇઓ હળવદ દીપાબેન બોડા, ટીપીઇઓ વાંકાનેર મંગુભાઈ પટેલ, ટીપીઇઓ માળિયા ડૉ. શર્મિલાબેન હુંમલ, બી.આર.સી.કો.ઑ.  ટંકારા કલ્પેશભાઈ ફેફર, બી.આર.સી.કો.ઑ. હળવદ મિલનભાઈ પટેલ, બી.આર.સી.કો.ઑ. વાંકાનેર મયુરસિંહ પરમાર, બી.આર.સી.કો.ઑ. માળિયા મહેન્દ્રસિંહ રાઠોડે તથા મોરબીના તમામ સીઆરસીઓએ હાજરી આપી હતી. અને આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી સી.આર.સી. કૉઓર્ડિનેટર ટીમે જહેમત ઉઠાવી હતી. આ પ્રદર્શન જોવા બી.આર.સી.કો.ઑ. ચિરાગભાઈએ અપીલ કરી છે.




Latest News