મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીની આલાપ સોસાયટીમાં રસ્તા ઉપરથી દબાણ હટાવવા ૧૦ દિવસની મુદત: કમિટીનો નિર્ણય


SHARE









મોરબીની આલાપ સોસાયટીમાં રસ્તા ઉપરથી દબાણ હટાવવા ૧૦ દિવસની મુદત: કમિટીનો નિર્ણય

મોરબીની આલાપ સોસાયટીના ૮૦ ફૂટના રોડ પર જે એક સાઈડ રસ્તો ચાલુ છે અને તે રસ્તા પર રહેતા લોકોએ તા.૨૮/૬/૨૨ ના રોજ રોડ સાઈડમાં વર્ષોથી કરેલ દબાણ દૂર કરવા માટે પત્ર લખીને સોસાયટીની કમિટીને દબાણ દૂર કરવા માટેની રજૂઆત કરી હતી જેથી કરીને દબાણ કરનારાઓને તેનું દબાણ દૂર કરવા માટેની જાણ કરવામાં આવી હતી તો પણ તે દબાણે દૂર કરવામાં આવ્યું નથી જેથી કરીને ગઇકાલે સોસાયટીના લોકો એકત્રિત થયા હતા અને દબાણ કરનારાઓને ૧૦ દિવસની મુદત આપવાનું કમિટીએ નક્કી કરેલ છે

છેલ્લા ૬ માસથી દબાણ કરેલ રસ્તા પર રહેતા લોકો સાથે વ્યક્તિગત ચર્ચા કરીને આ પ્રશ્ન સોલ્વ કરવાના પ્રયાસ મોરબીની આલાપ સોસાયટીની કમિટી દ્વારા કરેલ હતા પરંતુ અમુક વ્યક્તિઓ દબાણ હટાવતા ન હતા જેથી કરીને કમિટીના લોકો સહિતના લોકો રાતે સોસાયટીમાં એકત્રિત થયા હતા અને લોકો માટે રોડ ખુલ્લો કરવાની ચર્ચા કરવામાં આવી હતી અને સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ કમિટીના સભ્યો સહિતના લોકો ત્યાં આવ્યા હતા ત્યારે આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે જે લોકોએ દબાણ કર્યું છે તેને હજુ વધુ ૧૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે અને આગામી ૧૫ તારીખ સુધીમાં તે લોકો જો પોતાના દબાનોને જાતે દૂર નહીં કરે તો કમિટી દ્વારા રસ્તાને ખુલ્લો કરવા માટે બુલડોઝર ફેરવી દેવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવેલ છે




Latest News