મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે સોશ્યલ મીડિયા અવેરનેશ-પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી માટે સેમિનાર યોજાશે


SHARE









મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે સોશ્યલ મીડિયા અવેરનેશ-પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી માટે સેમિનાર યોજાશે

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનો સૌથી વધુ યુવાનો ઉપયોગ કરી રહ્યા છે અને પોતાની એક એક ક્ષણની અપડેટ તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સમક્ષ જાહેર કરી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયામાં કોઈપણ પોસ્ટ મુકતા સમયે કેટલા એલર્ટ રહેવું પડે ? અને કોઈ પણ સમયે સોશિયલ મીડિયામાં મૂકવામાં આવેલ પોસ્ટ પછી કેવા કેવા પરિણામો આવી શકે ? તેની જાગૃતિ માટે તેમજ પત્રકારત્વ ક્ષેત્રે આગળ વધવા માટે વિદ્યાર્થીઓએ કઈ પ્રકારની તૈયારીઓ કરવાની જરૂર છે તેની માહિતી આપતા એક સેમીનારનું મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં પત્રકાર એસોસિએશન મોરબીના હોદેદારો અને તમામ સભ્યો દ્વારા વિદ્યાર્થીઓ તેમજ તેના વાલીઓને માર્ગદર્શન અને માહિતી આપવામાં આવશે

છેલ્લા વર્ષોમાં સોશિયલ મીડિયાના આક્રમણના કારણે વિદ્યાર્થીઓ અને ખાસ કરીને યુવાનો સોશિયલ મીડિયામાં પોતાના જીવનની અમૂલ્ય ક્ષણો વધુમાં વધુ વેડફતા હોય છે ત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા યુવાનોએ કઈ પ્રકારની કાળજી રાખવી જોઈએ ?, સોશિયલ મીડિયામાં મૂકવામાં આવેલ પોસ્ટના કેવા કેવા પરિણામો આવી શકે ? અને ક્ષણે ક્ષણની માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સમક્ષ જાહેર કરતા યુવાનો સહિતના લોકોએ શું શું તકેદારી રાખવી જોઈએ આ તમામ માહિતી આજના યુવાનોને આપવા માટે મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં કેસરબાગ પાસે આવેલ સાર્થક વિદ્યા મંદિર ખાતે આગામી શનિવારે તા. ૭ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે ધો. ૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ માટે સોશિયલ મીડિયા અવેરનેશ અને પત્રકારક ક્ષેત્રે કઈ રીતે કારકિર્દી કરી શકાય તેનું માર્ગદર્શન આપવા માટેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સેમિનારમાં પત્રકાર એસોસિએશન મોરબીના હોદેદારો તેમજ તમામ સભ્યો હાજર રહેશે અને તેમના દ્વારા વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાના અતિરેકથી ભવિષ્યમાં થઈ શકે તેવા નુકસાનો અંગે જાગૃત કરવામાં આવશે તેમજ પત્રકારત્વ ક્ષેત્રે આગળ વધવા માટે કઈ પ્રકારની તૈયારીઓ અત્યારથી જ કરવામાં આવે તો ભવિષ્યમાં પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી કરી શકાય તેનું માર્ગદર્શન આપવામાં આવશે તેવું સાર્થક વિદ્યા મંદિરના સંચાલક કિશોરભાઈ શુક્લએ માહિતી આપતા જણાવ્યું છે




Latest News