મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

વાંકાનેર શહેર ખાતે જીલ્લા કક્ષાનો આયુષ મેળો યોજાયો: ૧૦૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો


SHARE









વાંકાનેર શહેર ખાતે જીલ્લા કક્ષાનો આયુષ મેળો યોજાયો: ૧૦૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો

વાંકાનેર શહેર ખાતે આજરોજ આયુર્વેદ શાખા-મોરબી દ્વારા આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં આયુર્વેદ સાથે નૂતન વર્ષનો પ્રારંભ કરી આપણા જીવનને આરોગ્યપ્રદ અને સુખમય બનાવવાના પ્રયાસો હાથ ધરવાના ઉદ્દેશ સાથે મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિંહોરા, જયંતભાઈ પડસુંબિયા, ઝહિરઅબ્બાસ શેરસીયા સહિતના મહાનુભાવોની હાજરીમાં આયુષ મેળો ખુલ્લો મુકાયો હતો.

આ આયુષ મેળામાં તમામ રોગો માટે આયુર્વેદ નિદાન-સારવાર કેમ્પ, તમામ રોગો માટે હોમીયોપથીક નિદાન-સારવાર કેમ્પ, વિવિધ આરોગ્યવર્ધક વાનગીઓનું પોસ્ટર પ્રદર્શન, દિનચર્યા, ઋતુચર્યા, વિરૂધ્ધ આહાર, આપણી આસપાસ ઉગતી વનસ્પતિઓની સમજ આપતુ પ્રદર્શન, ૦ થી ૧૨ વર્ષના બાળકો માટે સુવર્ણ પ્રાશનના ટીપાં પીવડાવવા, હરસ, મસા, ભગંદર જેવા રોગોમાં અસરકારક આયુર્વેદ સારવાર, સાંધાના દુ:ખાવાના દર્દીઓ માટે અગ્નિકર્મ ચિકિત્સા, સ્વાસ્થ્યવર્ધક આયુર્વેદ પીણુ – “હર્બલ ડ્રીંક”નુ વિતરણ, ઋતુજન્ય રોગચાળા સામે રક્ષણ આપતા ડ્રાય ઉકાળા તથા સંશમની વટી, આર્સેનિક આલ્બમનું વિતરણ વગેરે પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી. આ તકે મોરબી જિલ્લા આયુર્વેદ ડોક્ટરોની ટીમના ડો. પ્રવિણ વડાવિયા, ડો. દિલીપ વિઠ્ઠલપરા, ડો. દિપ્તી કંડેચા, ડો. જીજ્ઞેશ બોરસાણીયા, ડો. ખ્યાતિ ઠક્કરાર, ડો. મિલન સોલંકી, ડો. અલ્તાફ શેરસીયા, ડો.મહમદમનસુર પિલુડીયા, ડો. જયેશ ગરધરિયા, ડો. શ્રીબા જાડેજા, ડો. વિરેન ઢેઢી, ડો. જે. પી. ઠાકર, ડો. એન. સી. સોલંકી, ડો. વિજય નાંદરીયા, ડો. હેતલ હળપતિ સહિતના ડોક્ટરોએ સેવા આપી હતી




Latest News