ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી-ટંકારમાં યોગ અને સૂર્ય નમસ્કાર થકી મકર સંક્રાતિ મનાવવાનો સુનેરો અવસર


SHARE











મોરબી-ટંકારમાં યોગ અને સૂર્ય નમસ્કાર થકી મકર સંક્રાતિ મનાવવાનો સુનેરો અવસર

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંર્તગત રચિત ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તા.૧૪ મી જાન્યુઆરી ૨૦૨૩ ઉતરાયણના દિવસે ગુજરાતનાં ૭૫ વિશેષ સ્થળો (પ્રવાસન, ઐતિહાસિક, શૈક્ષણિક) સ્થળો ઉપર સુર્યનમસ્કારનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં ૧૦૦ યોગી ભાઈ-બહેનો દ્વારા ૫૧ સુર્ય નમસ્કાર કરી ઉતરાયણના દિને ઉગતા સુર્યનું પૂજન કરશે.ત્યારબાદ ઉતરાયણની ઊજવણી કરશે.જેનો ઉમદા હેતુ ગુજરાતના તમામ નાગરિકોના સ્વાસ્થય, સુખાકારી તેમજ યોગ પ્રત્યે જાગૃતિ તેમજ યોગનો પ્રચાર પ્રસાર અંગેનો છે.જેનો સમય સવારે ૭ વાગ્યાનો રહેશે.

મોરબી શહેર માટે આલાપ પાર્ક સોસાયટી ૮૦ ફૂટ મેઈન રોડ મોરબી ખાતે તેમજ ટંકારામાં રાજકોટ-મોરબી હાઈવે રોડ બ્રિજ સામે, એમ.પી.દોશી વિદ્યાલય ટંકારા ખાતે કાર્યક્રમ યોજાશે.જેમાં ભાગ લેનાર દરેક સાધક ને ઇ-સર્ટિફિકટ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આપવામાં આવશે.જે માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે જેમાં સંપૂર્ણ વિગત આપેલ છે.જેમાં ભાગ લેવા માટેનું ફોર્મઃ https://forms.gle/UxefG5MfznLuSrcZ8 ઉપરથી મળી રહશે.વધુ માહિતી માટે મોરબી (મો.95862 82527) અને ટંકારા (મો.95589 26180) ઉપર સંપર્ક કરવાનો રહેશે.આ યોગ કાર્યક્રમમાં જોડાવા ઇચ્છુક નવા યોગાર્થી મિત્રોને જે શહેરમાં આ કાર્યક્રમ છે ત્યાં સુર્ય નમસ્કારની પ્રેક્ટિસ કરાવવામાં આવશે તેમ યાદીમાં જણાવાયેલ છે.






Latest News