વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના પૂર્વ ધારાસભ્ય ગોકળદાસ પરમારની જન્મ જ્યંતી નિમિત્તે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ


SHARE









મોરબીના પૂર્વ ધારાસભ્ય ગોકળદાસ પરમારની જન્મ જ્યંતી નિમિત્તે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ

મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રકલ્પ દ્વારા જનસેવાના લોકસેવાના કાર્યો થતા રહે છે ત્યારે મોરબીના પૂર્વ ધારાસભ્ય સ્વ.ગોકળદાસ પરમારની 102 મી જન્મ જ્યંતી નિમિત્તે મોરબી તાલુકાની વાડી વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં તેમજ દોશી એન્ડ ડાભી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે દરેક વિદ્યાર્થીઓને બબે ફુલસ્કેપનું વિતરણ કરી સ્વ.ગોકળદાસ  પરમારને શ્રધાંજલિ અર્પણ કરાઈ હતી.અત્રે ઉલ્લેખનીય છે કે સ્વ.ગોકળદાસ પરમાર મુંબઈ રાજ્યની વિધાનસભાની 1957 ની ચુંટણીમાં 35 વર્ષની ઉંમરે મોરબી-માળીયા વિધાનસભા ક્ષેત્રમાં જન પ્રતિનિધિ તરીકે પ્રથમ વખત ચૂંટાઈ આવ્યા હતા ત્યારબાદ તેઓ 1962-1967 માં ગુજરાત વિધાનસભાની મોરબી માળીયા બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટાઈને મોરબી-માળીયા વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ ઈ. સ.1942 ના ભારત છોડો આંદોલનમાં પણ જોડાયા હતા.ઈસ.1947 માં તેઓએ ખેડૂત સત્યાગ્રહ કર્યો હતો જેના  કારણે જેલમાં જવું પડ્યું હતું. એમને એમના જીવન દરમિયાન કરેલ લોકસેવાના કર્યો બદલ અનેક એવોર્ડથી સન્માનિત કરાયા હતા.આવા લોકસેવક,જનસેવક અને જન પ્રતિનિધિ સ્વ.ગોકળદાસ પરમારના સેવાકાર્યોને આગળ ધપાવવાના હેતુસર મોરબીની વાડી વિસ્તારની શાળાના ધો.6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે બબે ફુલસ્કેપ અર્પણ કરી જન્મ જ્યંતિની ઉજવણી કરવામાં આવી હતી.




Latest News