મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત


SHARE





માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત

માળીયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે વાડીએ રહીને ત્યાં મજૂરી કામ કરતા આદિવાસી યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને ઝેર અસર થયેલ હતી માટે તેને સારવારમાં જેતપરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો જેથી કરીને આ બનાવની માળીયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવવાની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે જીતુભાઈ મનજીભાઈ વીડજાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા વજીતભાઈ કમલેશભાઈ નાયક જાતે આદિવાસી (ઉંમર ૨૧) એ કોઈ કારણોસર વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને ઝેરી અસર થવાને કારણે તાત્કાલિક મોરબી તાલુકાના જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે યુવાનને મૃત જાહેર કર્યો હતો જેથી કરીને આપઘાતના આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News