મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબી અને  વાંકાનેરમાં બાગાયત ખાતાની યોજનાઓ અંગે ખેડૂત તાલીમ શિબિરનું આયોજન કરાયું


SHARE









મોરબી અને  વાંકાનેરમાં બાગાયત ખાતાની યોજનાઓ અંગે ખેડૂત તાલીમ શિબિરનું આયોજન કરાયું

મોરબીમાં બાગાયતી યોજનાઓના પ્રચાર-પ્રસાર અર્થે સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લાના ૨ તાલુકા દીઠ બાગાયતી યોજનાઓની ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે ટંકારા તાલુકાના હળબટીયાળી ગામે અને વાંકાનેર તાલુકામાં વાંકાનેર ખાતે ખેતીવાડી ખાતાના અધિકારીઓ, આત્મા પ્રોજેકટના કર્મચારીઓ દ્વારા વિવિધ બાગાયતલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.ઉપરાંત બાગાયત ખાતાની નવી યોજનાઓ સહિતની માહિતી જેવી કે, મિશન મધમાખી, કોમ્પ્રી હેનસિવ હોર્ટી કલ્ચર ડેવલપમેન્ટ યોજના તેમજ કમલમ ફળના નવા વાવેતર માટે ખેડૂતોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ ખેડૂતો વધુમાં વધુ કઇ રીતે લઈ શકે તે વિશે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.આત્મા દ્વારા પ્રાકૃતિક ખેતી તેમજ પાક વ્યવસ્થાપન, રોગ નિયમન વિશે માહિતી આપવામાં આવી હતી.આ શિબિરમામાં ખેડૂતોએ ઉત્સાહથી ભાગ લીધો હતો તેવું મોરબી નાયબ બાગાયત નિયામકની કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.




Latest News