મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં ધંધા માટે વ્યાજે લીધેલ રૂપિયાનું તોતિંગ વ્યાજ વસૂલ કરવા માટે વેપારીને જાનથી મારી નાખવાની ધમકી


SHARE









મોરબીમાં ધંધા માટે વ્યાજે લીધેલ રૂપિયાનું તોતિંગ વ્યાજ વસૂલ કરવા માટે વેપારીને જાનથી મારી નાખવાની ધમકી

મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ નીતિન પાર્કમાં રુદ્રપ્રયાગ એપાર્ટમેન્ટમાં રહેતા યુવાને પોતાના ચાની ભૂકીના ધંધા માટે થઈને વ્યાજે રૂપિયા લીધા હતા અને વ્યાજખોરોને વ્યાજની રકમ મોટાભાગની ચૂકવાઇ ગઇ હોવા છતાં પણ વ્યાજનું વ્યાજ ગણીને તેની પાસેથી વ્યાજ અને મુડીની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ રુદ્રપ્રયાગ એપાર્ટમેન્ટના બ્લોક નં-૬૦૩ માં રહેતા મિલનભાઈ જયંતીભાઈ અગોલા જાતે પટેલ (૩૦) ચાની ભૂકીનો વેપાર કરતા હોય ધંધા માટે રૂપિયાની જરૂરિયાત હતી જેથી કરીને તેના મિત્ર મિલનભાઈ નેસડા વાળાને વાત કરી હતી જેથી કરીને તે પ્રવીણભાઈના સંપર્કમાં આવ્યા હતા અને પ્રવીણભાઈ પાસેથી તેઓએ રોજના ૭૦૦ લેખે વ્યાજ આપવાનું નક્કી કરીને ૬ 6 લાખ રૂપિયા લીધા હતા જેની સામે તેણે અત્યાર સુધીમાં ૫.૫૦ લાખ રૂપિયા તેને ચૂકવી દીધા છે અને આઇડીબીઆઇ બેન્કના બે કોરા ચેક તેને આપેલા છે તેમ છતાં પણ તેના ઘરે અવારનવાર આવીને આઠ લાખ રૂપિયાની ઉઘરાણી તેની પાસે કરીને ગાળો આપીને ધમકીઓ આપવામાં આવી રહી છે આવી જ રીતે ધંધાની જરૂરિયાત માટે તેણે દેવશીભાઈ ખાનપર વાળા પાસેથી બે લાખ રૂપિયા ૧૦ ટકાના વ્યાજે લીધા હતા અને જેનું માસિક વ્યાજ ૨૦૦૦૦ તે ચૂકવતા હતા અત્યાર સુધીમાં દેવશીભાઈને ૧.૨૦ લાખ ચૂકવી દેવામાં આવ્યા છે તેમ છતાં પણ તેના દ્વારા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે અને ત્યારબાદ રૂપિયાની જરૂરિયાત માટે તેણે સુરેશભાઈ ખાખરાળા પાસેથી ૩ લાખ રૂપિયા દૈનિક એક લાખે ૭૫૦ વ્યાજ આમ કુલ એક દિવસમાં ૨૨૫૦ રૂપિયા તે ચૂકવતા હતા અને અત્યાર સુધીમાં તેણે લીધેલા વ્યાજના પૈસા સામે ૨.૪૦ લાખની રકમ ચૂકવી દીધી છે તેમ છતાં પણ તેની પાસેથી ત્રણ લાખની માંગણી કરવામાં આવી રહી છે અને આ ત્રણેય શખ્સો અવારનવાર તેના ઘરે આવીને તેને તેમજ તેના પત્નીને જેમ ફાવે તેમ ગાળો આપીને રૂપિયા નહીં આપે તો તેને જાનથી મારી નાખશે તેવી ધમકી આપતા હતા અને ફોન ઉપર પણ ધમકીઓ આપતા હતા જેથી યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ લઈને પોલીસે વ્યાજખોરોને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News