વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં હોમલોનના હપ્તા ભરવા વ્યાજખોરના ચક્રમાં ફસાયેલ ટ્રેડિંગના ધંધાર્થીને જાનથી મારી નાખવાની ધમકી


SHARE









મોરબીમાં હોમલોનના હપ્તા ભરવા વ્યાજખોરના ચક્રમાં ફસાયેલ ટ્રેડિંગના ધંધાર્થીને જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ શ્રીકુંજ સોસાયટીમાં રહેતા યુવાને કોરોના કાળ પહેલા હોમલોન લઈને મકાન લીધું હતું અને ત્યારે કોરોના આવી જવાના લીધે તેનો ટ્રેડિંગનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી હોમ લોનના હપ્તા ભરવા માટે થઈને તેને કુલ મળીને દોઢ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જેની સામે ધીમે ધીમે કરતાં ૫.૬૦ લાખ રૂપિયા ચૂકવી દીધા તેમ છતાં પણ વ્યાજખોર દ્વારા તેની પાસેથી વધુ ૪ લાખની માંગણી કરવામાં આવી રહી છે અને ગાળો આપીને હાથ પગ ભાંગી નાખવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ મોરબી તાલુકાના રામગઢ કોયલી ગામના રહેવાસી અને હાલમાં મોરબીના કન્યા છાત્રાલય પાસે આવેલ શ્રીકુંજ સોસાયટીમાં રહેતા રૂપેશભાઈ હરજીવનભાઈ રાણીપા જાતે પટેલ (ઉંમર ૩૦) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિશાલભાઈ બચુભાઈ ગોગરા જાતે બોરીચા રહે. કોયલી ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, વર્ષ-૨૦૨૦ માં કોરોના પહેલા તેણે હોમ લોન લઈને ઘર લીધું હતું અને ત્યારબાદ કોરોનાના કારણે ટ્રેડિંગનો ધંધો તેનો બરાબર ચાલતો ન હતો જેથી કરીને હોમ લોનના હપ્તા ભરવા માટે તેને સમયાંતરે બે વખત વિશાલભાઈ ગોગરા પાસેથી કુલ મળીને દોઢ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેની સામે ધીમે ધીમે કરતાં વ્યાજ અને મુડી એમ કુલ મળીને ૫.૬૦ લાખ રૂપિયા વિશાલભાઈ ગોગરાને આપી દેવામાં આવ્યા છે તેમ છતાં પણ બળજબરીથી વધુ એક લાખ રૂપિયા વ્યાજ પેટે વસૂલવા માટે થઈને તેની પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી ત્યારે ભોગ બનેલા ફરિયાદી રૂપેશભાઈએ તેની પાસે પૈસા નથી અને હવે રૂપિયાની ઉઘરાણી કરશો તો પોલીસ ફરિયાદ કરીશ તેવું કહ્યું હતું જેથી વિશાલ ગોગરા ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે વ્યાજ અને મૂડી સહિત વધુ ચાર લાખ રૂપિયા આપવા પડશે તેવું કહીને ગાળો આપીને હાથ પગ ભાંગી નાખવાની તેમજ જાનથી મારી રાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News