મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં વ્રજ સોસાયટીના લોકોએ એપાર્ટમેન્ટનો રસ્તો બંધ કરી દેતા વિવાદ: કલેકટરને આવેદનપત્ર આપ્યું


SHARE









મોરબીમાં વ્રજ સોસાયટીના લોકોએ એપાર્ટમેન્ટનો રસ્તો બંધ કરી દેતા વિવાદ: કલેકટરને આવેદનપત્ર આપ્યું

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વ્રજ સોસાયટીના લોકોએ વ્રજ વાટિકા એપાર્ટમેન્ટનો રસ્તો બંધ કરી દીધો છે જેથી કરીને હાલમાં સોસાયટીના લોકોએ અને એપાર્ટમેન્ટના લોકો વચ્ચે વિવાદ ઊભો થયો છે અને હાલમાં એપાર્ટમેન્ટમાં રહેતા લોકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને વર્ષોથી જે રસ્તો હતો તે રસ્તાને ખુલ્લો કરવાની માંગ કરી છે

મોરબી રવાપર રોડ ઉપર આવેલ વ્રજ સોસાયટીમાં વર્ષોથી વ્રજ વાટિકા એપાટમેન્ટ આવેલ છે અને ત્યાં ફ્લેટમાં રહેતા લોકો માટે જે રસ્તો વર્ષોથી ખુલ્લો હતો તેને હાલમાં સોસાયટીના લોકોએ બંધ કરી દીધેલ છે જેથી કરીને આ મુદે વિવાદ થયો છે અને વ્રજ વાટિકા એપાટમેન્ટના ફ્લેટ ધારકોએ વ્રજ વાટિકા સોસાયટીના લોકો વિરુદ્ધ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે અને હાલમાં જે રસ્તો બંધ કરવામાં આવ્યો છે તેને સત્વરે ખુલ્લો કરવામાં આવે તેવી માંગ કરી છે અને અત્રે ઉલેખનીય છે કે, વ્રજ વાટિકા એપાટમેન્ટમાં છેલ્લા ૨૨ વર્ષથી ૭૦ જેટલા પરિવારો વસવાટ કરી રહ્યા છે અને તેઓ જે રસ્તાનો ઉપયોગ કરતાં હતા તે રસ્તાને દિવાલ ચણીને બંધ કરવામાં આવેલ છે જેથી કરીને ઇમર્જન્સી સમયે ઘણી મુશ્કેલી પડે તેમ છે જેથી કરીને આ વિવાદનો યોગ્ય નિકાલ કરવા માટે વ્રજ વાટિકા એપાર્ટમેન્ટના લોકોએ આવેદનપત્ર આપીને માંગ કરી છે




Latest News