મોરબીના પરશુરામ ધામ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા અંતાક્ષરી યોજાઈ
SHARE
મોરબીના પરશુરામ ધામ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા અંતાક્ષરી યોજાઈ
મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ મંદિર ખાતે અંતાક્ષરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ અંતાક્ષરી સ્પર્ધામાં વિજેતા બહેનોને ગિફ્ટ આપીને સન્માનીત કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખના પ્રમુખ નીલાબેન પંડિત, મંત્રી શીતલબેન દવે, પ્રોજેક્ટ મંત્રી ચેતનાબેન જોશી, જિલ્લા પ્રમુખ કિરણબેન ઠાકર, હીનાબેન, ભાવનાબેન, પારુલબેન, નિશાબેન, પ્રવિણાબેન, જયશ્રીબેન, માજી પ્રમુખ, ગીતાબેન, મીનાબેન, નિમિષાબેન અને અરુણાબેન સહિતના હોદેદારો અને કાર્યકરતાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તેમજ મોરબીના પરશુરામ ધામના ટ્રસ્ટી ભુપતભાઈ પંડ્યા સહિતની તેની ટિમ તરફથી પણ મહિલાઓને આ કાર્યક્રમ માટે સહયોગ મળ્યો હતો









