હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ
મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર
SHARE
મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર
મોરબીના કાંતિનગર વિસ્તારમાં રહેતા યુવાનના બનેવી સાથે ચાલતા મનદુખનો ખાર રાખીને બે શખ્સો દ્વારા રંગપર ગામ પાસે યુવાનને લાકડી અને પાઇપ વડે શરીર ઉપર આડેધડ માર મારીને મલ્ટીપલ ફેક્ચર કર્યા હતા જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મૂળ અમદાવાદના રહેવાસી અને હાલમાં મોરબીમાં માળિયા ફાટક પાસે આવેલ કાંતિનગર સોસાયટીમાં રહેતા ઇમરાનભાઈ કરીમભાઈ સમાણી (37) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફારુક મોવર તથા ઇરફાન રહે. બંને માળિયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના બનેવી અનવર માલાણી સાથે આરોપીઓને કોઈ બાબતનું મન દુઃખ હતું અને તે બાબતનો ખાર રાખીને બંને આરોપીઓ પોતાની થાર અને સ્કોર્પિયો ગાડી લઈને મોરબીના રંગપર ગામ પાસે ફરિયાદીને નજીક આવ્યા હતા અને ત્યાં આરોપીઓએ લાકડી અને પાઇપ જેવા હથિયાર વડે ફરિયાદીને શરીર ઉપર આડેધડ માર માર્યો હતો અને કમરના ભાગે તથા શરીરે મલ્ટિપલ ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે..