મોરબીના શોભેશ્વર રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

લો બોલો, ૪ મીમી વધુ વરસાદ પડતાં ટંકારા તાલુકો અછતમાંથી બહાર..!


SHARE





























લો બોલો, 4 મીમી વધુ વરસાદ પડતાં ટંકારા તાલુકો અછતમાંથી બહાર..!

૩૧ મી ઓગસ્ટ સુધીમાં લગલગાટ ૩૬ દિવસ એક ટીપું પણ વરસાદ ન પડતા ખેડૂતોના મોલ મુરઝાવા છતાં નિયમો મુજબ લાભ નહિ મળે

ઓણ સાલ મેઘરાજાએ ખેડૂતોને હાથ તાળી આપી હોય તેવી સ્થિતિ વચ્ચે જો ૨૮ દિવસ સતત વરસાદ ન પડે તો સરકાર જે તે તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરી મળતી સરકારી સહાય ચૂકવતી હોય છે. પરંતુ ટંકારા તાલુકાના ખેડૂતોના નસીબ બે ડગલા પાછળ હોય ૩૧ ઓગસ્ટ સુધીમાં 36 દિવસ વરસાદ વગરના રહ્યા બાદ ફક્ત ૪ મીમી વરસાદ નોંધાતા હવે ટંકારા તાલુકો અછતમાંથી બહાર આવી ગયો છે. જો કે જમીની હકીકત જોઈ સરકાર જો વધુ વરસાદ ન થાય તો ખેડૂતોને લાભ આપવા વ્યાજબી નીતિ અપનાવે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે.

ટંકારા તાલુકો છેલ્લા ચાર વર્ષથી અતિવૃષ્ટિનો સામનો કરી રહયો છે. ત્યારે ચાલુ વર્ષે-૨૦૨૧ માં મેધરાજા મનમુકિને વરસ્યા નહી એટલું નહી પરંતુ એક વિચિત્ર સ્થિતિ ટંકારા ઉપર રાખતા વિકટ સમસ્યા ઉભી થઈ છે. વાતજાણે એમ છે કે, મુખ્યમંત્રી કિશાન સહાય યોજના હેઠળ કોઈપણ તાલુકાના મામલતદાર કચેરી ખાતે નોધાયેલ વરસાદમાં સિઝનમાં ૧૦ ઈંચથી ઓછો અથવા ૩૧ ઓગસ્ટ સુધીમાં ૨૮ દિવસ લગાતાર મેધમહેર ન થાય તો અનાવૃષ્ટિ ગણવામાં આવે એવો પરીપત્ર બહાર પાડેલ છે. જેમા ટંકારા તાલુકાના મામલતદાર કચેરી ખાતે ૨૭-જુલાઈથી ૩૧ ઓગસ્ટ સુધીમાં એકપણ ટીપુ પાણીનું આકાશમાંથી પડ્યુ નહી જેથી ઉભા મોલ મુરઝાઈ બળીને રાખ થઇ ગયા છે.હજારો ખેડૂતોને નુકસાન થયું પરંતુ માઠા વર્ષમાં ખેડૂતોના નસીબ પણ નબળા હોય એમ ૩૧ તારીખ સુધીમાં મામલતદાર કચેરી ખાતે ૨૫૪ એટલે ૧૦ ઈંચ ઉપર ૪ એમએમ નોંધાતા અછત સહાયની જાહેરાતથી બહાર નીકળી ગયુ છે..!બીજી તરફ પિયત વિહોણા ખેડુતોએ સરકાર સમક્ષ માગણી કરી છે કે પ્રેક્ટિકલ બની સવેદનશીલ નિર્ણય કરી તાત્કાલિક ટંકારા તાલુકામાં સર્વે કરી સહાય કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. જે સમગ્ર ટંકારા તાલુકાના ખેડૂતોના હિતમાં અને હક્કમાં પણ છે.
















Latest News