મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં લૂંટ અને રાયોટિંગના ગુનામાં કુલ મળીને સાત આરોપીની ધરપકડ


SHARE





























મોરબીમાં લૂંટ અને રાયોટિંગના ગુનામાં કુલ મળીને સાત આરોપીની ધરપકડ

મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલા લાયન્સનગરમાં યુવાન આફ્રિકા હતો ત્યારે તેની પાસેથી મોબાઈલ મંગાવ્યો હતો જે બાબતે બોલાચાલી થઈ હતી તેનું સમાધાન કરવા માટે યુવાન સહિતનાને બોલાવ્યા હતા ત્યારે યુવાનને ધમકાવીને મોબાઈલ અને રોકડા મળીને ૩૧૫૦૦ ના મુદામાલની લૂંટ કરવામાં આવી હતી અને સામાપક્ષેથી પણ છ શખ્સોની સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે લૂંટ અને રાયોટિંગની ફરિયાદ લઈને હાલમાં આ બંને ગુનામાં કુલ મળીને સાત આરોપીઓને ઝડપી લીધા છે

શનાળા બાયપાસ પાસે આવેલ ખોજા પાર્ક સોસાયટીમાં રહેતા ઓમાનભાઇ અશરફભાઇ ધારાણી જાતે ખોજા (ઉ.૨૧)એ સલમાન ઉમેદભાઇ ધારાણીસાગરભાઇ નવઘણભાઇ ભરવાડડેનીશ મિસ્ત્રીશાહરૂખભાઇ ચાનીયા અને આશીફભાઇ મોવર રહે. બધા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કેતેને આરોપી સલમાન ઉમેદભાઇ ધારાણી તથા સાગરભાઇ નવઘણભાઇ ભરવાડએ ધમકાવીને I-PHON XS મોબાઇલ જેની કિંમત ૩૦૦૦૦ તથા રોકડ ૧૫૦૦ ની લુંટ કરી હતી અને બાદ આરોપી સાગરભાઇ નવઘણભાઇ ભરવાડડેનીશ મિસ્ત્રીશાહરૂખભાઇ ચાનીયા અને આશીફભાઇ મોવરએ ફરીયાદીના ઘર પાસે જઇ છરી દેખાડી ફરીયાદ નહી કરવા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને હાલમાં આ ગુનામાં આરોપી સાગરભાઇ નવઘણભાઇ મુંધવા જાતે ભરવાડ (૨૨) રહે લાયન્સનગર મોરબી અને ડેનીશ કિશનભાઈ કાથેરીયા જાતે મિસ્ત્રી (૨૧) રહે, શિવ સોસાયટી, રવાપર રોડ કાલિકા પ્લોટ મોરબી વાળાની ધરપકડ કરેલ છે

તો સામાપક્ષેથી સોઓરડી વરીયા મંદીર પાછળ વાળા શાહરૂખભાઇ હનીફભાઇ ચાનીયા જાતે સંધી (ઉ.૨૦)એ નવઘણભાઇ મોહનભાઇ બાંભવાઓમાનભાઇ અશરફભાઇ ધારાણીકિશનભાઇ રમેશભાઇ અજાણાવીપુલભાઇ ધારાભાઇ અજાણાભરતભાઇ આબલીયા અને પોપટ મેર ઉર્ફે પી.કે. રહે. બધા મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને લખાવ્યું હતું કેતેના મિત્ર સાગર નવઘણભાઇ ભરવાડએ આરોપી ઓમાનભાઇ અશરફભાઇ ધારાણી આફ્રીકા હોય ત્યારે મોબાઇલ મંગાવેલ હતો જે આરોપી ઓમાનભાઇ અશરફભાઇ ધારાણીએ મોબાઇલ નહી લાવતા સાહેદ સાગરભાઇએ આરોપી ઓમાનભાઇ અશરફભાઇ ધારાણી સાથે બોલાચાલી કરી ઝઘડો કરેલ હતો જેનુ સમાધાન કરવા આરોપી નવઘણભાઇ મોહનભાઇ બાંભવાએ તેઓને બોલાવતા ફરીયાદી તથા સાહેદો સમાધાન માટે ગયા હતા ત્યારે આરોપીઓએ ઉશ્કેરાઇ જઇને લોખંડના પાઇપલાકડાના ધોકા અને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી પોલીસે આઇ.પી.સી કલમ-૧૪૩૧૪૭૧૪૮૧૪૯૩૨૫૩૨૩૫૦૪૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી

હાલમાં ઓમાનભાઇ અશરફભાઇ ધારાણી જાતે ખોજા (૨૧) રહે. ખોજા સોસાયટીકિશનભાઇ રમેશભાઇ અજાણા જાતે રબારી (૨૧) રહે. હાઉસિંગ બોર્ડ મોરબીવીપુલભાઇ ધારાભાઇ અજાણા જાતે રબારી (૨૨) રહે. તુલસી પાર્ક કંડલા બાયપાસ મૂળ ગજડીભરતભાઇ ભીમશીભાઈ આબલીયા જાતે આહીર (૨૭) રહે. તુલસી પાર્ક કંડલા બાયપાસ મૂળ ખજૂરીયા જામખાંભડિયા અને પોપટ ઉર્ફે પી.કે. કેશવભાઈ દાસા જાતે મેર (૩૦) રહે, તુલસી પાર્ક કંડલા બાયપાસ વાળાની ડી સ્ટાફના પીએસઆઈ એસ.એમ. રાણા દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે
















Latest News