મોરબીના વાયબ્રન્ટ ડાન્સ એકેડમીના વિદ્યાર્થીઓએ “નાચ ગુજરાત” કોમ્પિટિશનમાં મેદાન માર્યું
મોરબીના કોયલી ગામે ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમ્યાન અમદાવાદ ખાતે મોત, દેહદાન કરાયું
SHARE
મોરબીના કોયલી ગામે ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમ્યાન અમદાવાદ ખાતે મોત, દેહદાન કરાયું
મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી આરતીબેન ધનજીભાઈ રાણવા નામની ૧૯ વર્ષીય યુવતી કોઇ અજાણી દવા પી જતાં તેણીને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવી હતી જેને અમદાવાદ ખસેડાતા સારવાર દરમ્યાન મોત નિપજયુ હતુ.જેના મૃતદેહનું દેહદાન કરાયુ હોવાનું જાણવા મળેલ છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના કોયલી ગામે રહેતી આરતીબેન ધનજીભાઈ રાણવા નામની ૧૯ વર્ષીય યુવતીએ ગત તા.૩૧-૮ ના રોજ સાંજે સાતેક વાગ્યે તેના ઘેર કોઈ કારણોસર ઘાસ બાળવાની દવા પી લીધી હતી જેથી તેણીને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે ખસેડવામાં આવી હતી ત્યાંથી વધુ સારવાર માટે આરતીબેન રાણવાને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા જયાં આજ તા.૬-૯ ના રોજ વહેલી સવારે સાડા છએક વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન આરતીબેન રાણવાનું મોત નીપજયું છે.બનાવને પગલે મૃતક આરતીબેનના મૃતદેહનું અંગદાન કરવામાં આવ્યું હોવાનું મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.બનાવના પગલે બીટ વિસ્તારના જમાદાર જે.જે.ડાંગરે આગળની તપાસ હાથ ધરી છે.મૃતક આરકીબેને કયા કારણોસર અંતિમ પગલું ભર્યું..? તે હાલ તપાસનો વિષય છે.
છ બોટલ દારૂ સાથે એક પકડાયો
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ શહેરના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ મદીના પેલેસ નજીક રાઉન્ડમાં હતો તે દરમિયાનમાં ત્યાંથી નીકળેલા જીલાની કાસમભાઈ પીંજારા નામના ૧૯ વર્ષીય વીસીપરા ફુલછાબ કોલોની વિસ્તારમાં રહેતા ઇસમને અટકાવીને તેની તલાસી લેતાં તેની પાસેથી વિદેશી દારૂની છ (૬) બોટલો કિંમત રૂા.૧૮૦૦ નો દારૂનો જથ્થો મળી આવતા હાલમાં જીલાની પીંજારાની ધરપકડ કરવામાં આવેલી છે.જ્યારે અમરેલી જિલ્લાના વડીયા ગામે સીમ વિસ્તારમાં બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા યુવરાજસિંહ પ્રવિણસિંહ જાદવને મોરબીની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.