મોરબીમાં સર્જનથી સમૃદ્ધિ થીમ સાથે ૨૮ ઓક્ટોબરથી સ્વદેશી મેળો યોજાશે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહર્ષિ વાલ્મીકિ જયંતીની ઉજવણી કરાઇ મોરબી અને ટંકારા તાલુકામાં ફટાકડાના હંગામી લાયસન્સની અરજી માટે સમય મર્યાદામાં કરાયો વધારો મોરબી જલારામ ધામ ખાતે મહાપ્રસાદ યોજી સદ્ગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો વાધડિયા પરિવાર મોરબીમાં બે અજાણ્યા મૃતદેહ મળતા ચકચાર: ઓળખ અને વાલીવારસની શોધમાં પોલીસ વડતાલ ખાતે યોજાયેલ રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના શિક્ષકોના પ્રશ્નોનો ઉકેલવા  રાજ્ય કારોબારીમાં કરાઇ રજુઆત મોરબીમાં ગેરેજમાં મજૂરી કરતાં બે શખ્સનાં બેન્ક એકાઉન્ટમાં 94 દિવસમાં થયું 3.49 કરોડનું ટ્રાન્જેક્શન !: તપાસનો ધમધમાટ મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવ યોજાયો: દીકરીઓએ રજૂ કરેલ તલવાર રાસ આકર્ષણનું કેન્દ્ર
Breaking news
Morbi Today

માળીયા (મી)ના નવા હનજીંયાસર ગામે અગરિયાઓ માટે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો 


SHARE







માળીયા (મી)ના નવા હનજીંયાસર ગામે અગરિયાઓ માટે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો 

માળીયા (મી.)ના નવા હનજીંયાસર ગામે આંગણવાડી ખાતે અગર વિસ્તારનાં પ્રજાજનો માટે અને તેમના સ્વાસ્થ્ય સુખાકારી માટે મોબાઈલ હેલ્થ યુનિટ માળીયા દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં માર્ગદર્શન હેઠળ અને અગરિયા હિત રક્ષક મંચનાં સહયોગથી  સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વિનામૂલ્યે સારવાર અને દવા આપવામાં આવી હતી અને ડાયાબિટીસનાં દર્દીઓ માટે સુગર, પ્રસુતિ, મલેરીયા, બીપી, હિમોગ્લોબીન વિગેરેની તપાસ કરી આપવામાં આવી હતી જેનો ૩૨૪ જેટલા અગરીયા ભાઈ અને બહેનોએ લાભ લીધો હતો.આ કેમ્પમાં અનુભવી ડોક્ટરની ટીમ દ્વારા દર્દીની યોગ્ય તપાસ કરી સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ન્યુરોસર્જન, ઓર્થોપેડીક સર્જન, કાડિયોલોજી, જનરલ સર્જન, યુરો સર્જન આયુષ હોસ્પિટલની અનુભવી ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવામાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.ડી.જી.બાવરવા, એમ.એચ.યુ. મેડિકલ ઓફિસર ડો. પ્રીતિબેન, એમ.પી.એચ.ડબલ્યુ અશ્વિન ઓગાણજા તથા એમની ટીમ અને અગરિયા હિત રક્ષક મંચ મારૂતસિંહ બારૈયાએ વિશેષ સહયોગ આપ્યો હતો.




Latest News