મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન મોરબીના શિવસેવક ગ્રુપ દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન સેવા સંકલ્પ અભિયાન: કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની હાજરીમાં મધ્યપ્રદેશમાં વિવિધ સેવાકીય-પ્રેરણાદાયી કાર્યક્રમો યોજાયા મોરબીમાં જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળાનો ડીડીઓ અને એસપીએ કરાવ્યો પ્રારંભ માળીયા (મી)-હળવદ તાલુકામાં ખાનગી કંપનીની વીજ લાઇનના અસરગ્રસ્ત ખેડૂતોને ધારાર એમઆરસીમાં જોડવા અપાયેલ નોટિસનો ખેડૂતો દ્વારા ખુલ્લો વિરોધ વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના નીલકંઠ મહાદેવ મંદિર દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવવા માટે વિનામૂલ્યે આપશે માટી


SHARE











મોરબીના નીલકંઠ મહાદેવ મંદિર દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવવા માટે વિનામૂલ્યે આપશે માટી

આગામી દિવસોમાં ગણેશોત્સવ શરૂ ઠાવનો છે ત્યારે ઘરે ઘરે અને પાંડલમાં વિધ્નહર્તાનું સ્થાપન કરીને પૂજન કરવામાં આવશે ત્યારે ઇકો ફ્રેન્ડલી ગણેશ બનાવવા માટે જરૂરી માટી મોરબીના નીલકંઠ મહાદેવ મંદિર દ્વારા આપવા માટેનું આયોજન કરવામા આવ્યું છે અને જે લોકોને માટીમાંથી ગણેશજીની મૂર્તિ બનાવવી હોય તેને વિના મૂલ્યે માટી આપવામાં આવશે

મોરબીમાં થોડા દિવસો પહેલા યંગ ઇન્ડિયા ગ્રુપ અને સ્વંયભુ નીલકંઠ મહાદેવ મંદિર દ્વારા સવા લાખ પાર્થિવ શિવલિંગ બનાવીને તેનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે શિવલિંગ બનાવવા માટે લાલા માટી મંગાવવામાં આવી હતી આ માટીનો ઉપયોગ ઇકો ફ્રેંડલી ગણેશ બનાવવા માટે થાય તેવા હેતુ સાથે વિના મૂલ્યે માટી આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકો ઘરે માટીમાંથી ગણપતિ દાદાની મૂર્તિ બનાવે તે માટે વિનામૂલ્યે માટી નીલકંઠ મહાદેવ મંદિર દ્વારા આપવામાં આવશે તેવું ત્યાના મહંત ગુલાબગીરી ગોસ્વામીએ જણાવ્યુ છે તો દેવેનભાઈ રબારીએ જણાવ્યું છે કે, ગણેશ મહોત્સવમાં પર્યાવરણને નુકસાન ન થાય તે માટે માટીમાંથી લોકો ગણપતિ દાદાની મૂર્તિ બનાવીને પૂજા અર્ચના કરે તે હેતુ સાથે આ આયોજન કરવામાં આવ્યું છે 




Latest News