મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબીના નીલકંઠ મહાદેવ મંદિર દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવવા માટે વિનામૂલ્યે આપશે માટી


SHARE







મોરબીના નીલકંઠ મહાદેવ મંદિર દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવવા માટે વિનામૂલ્યે આપશે માટી

આગામી દિવસોમાં ગણેશોત્સવ શરૂ ઠાવનો છે ત્યારે ઘરે ઘરે અને પાંડલમાં વિધ્નહર્તાનું સ્થાપન કરીને પૂજન કરવામાં આવશે ત્યારે ઇકો ફ્રેન્ડલી ગણેશ બનાવવા માટે જરૂરી માટી મોરબીના નીલકંઠ મહાદેવ મંદિર દ્વારા આપવા માટેનું આયોજન કરવામા આવ્યું છે અને જે લોકોને માટીમાંથી ગણેશજીની મૂર્તિ બનાવવી હોય તેને વિના મૂલ્યે માટી આપવામાં આવશે

મોરબીમાં થોડા દિવસો પહેલા યંગ ઇન્ડિયા ગ્રુપ અને સ્વંયભુ નીલકંઠ મહાદેવ મંદિર દ્વારા સવા લાખ પાર્થિવ શિવલિંગ બનાવીને તેનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે શિવલિંગ બનાવવા માટે લાલા માટી મંગાવવામાં આવી હતી આ માટીનો ઉપયોગ ઇકો ફ્રેંડલી ગણેશ બનાવવા માટે થાય તેવા હેતુ સાથે વિના મૂલ્યે માટી આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકો ઘરે માટીમાંથી ગણપતિ દાદાની મૂર્તિ બનાવે તે માટે વિનામૂલ્યે માટી નીલકંઠ મહાદેવ મંદિર દ્વારા આપવામાં આવશે તેવું ત્યાના મહંત ગુલાબગીરી ગોસ્વામીએ જણાવ્યુ છે તો દેવેનભાઈ રબારીએ જણાવ્યું છે કેગણેશ મહોત્સવમાં પર્યાવરણને નુકસાન ન થાય તે માટે માટીમાંથી લોકો ગણપતિ દાદાની મૂર્તિ બનાવીને પૂજા અર્ચના કરે તે હેતુ સાથે આ આયોજન કરવામાં આવ્યું છે 






Latest News