હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ મોરબી શહેર-હળવદના રણમલપૂર ગામે જુગારની 3 રેડમાં કુલ 19 શખ્સો 8.12 લાખની રોકડ સાથે પકડાયા મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

નવલખી પોર્ટ ઉપરથી ચોરાઉ કોલસો ભરેલ ટ્રક ઝડપાયો : માલિક-ડ્રાઈવર સામે નોંધાયો ગુનો


SHARE





નવલખી પોર્ટ ઉપરથી ચોરાઉ કોલસો ભરેલ ટ્રક ઝડપાયો : માલિક-ડ્રાઈવર સામે નોંધાયો ગુનો

મોરબી નજીકના નવલખી પોર્ટ ઉપર આવતા કોલસામાંથી કોલસાની ચોરી કરવામાં આવતી હોય તેવું અનેક વખત સામે આવી ગયું છે ત્યારે હાલમાં પણ કોલસાની ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને ચોરી કરીને લઈ જવાતા ટ્રકને પકડીને માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં નવલખી પોર્ટ ઉપર પડેલ કોલસામાંથી ૧૦,૮૯૦ મેટ્રિક ટન કોલસો જેની કિંમત અંદાજે ૯૦,૦૦૦ નો જથ્થો ટ્રકમાં ભરીને કોઈપણ પ્રકારની માલ લેવાની સહમતિ વગર ચોરી કરવામાં આવતી હોય કોલસાની ચોરી કરનાર ટ્રક પકડાઈ જતા ટ્રકના માલિક અને ચાલકની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને જેથી પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં દરબારગઢ પાસે સ્વામિનારાયણ મંદિર નજીક વઢવાણિયા શેરીમાં રહેતા ધર્મેન્દ્રભાઈ બલવીરભાઈ રાઠોડ જાતે રજપૂત (૫૩) એ ટ્રક નંબર જીજે ૩૬ ટી ૮૧૮૦ ના ચાલક અને માલિકની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે નવલખી પોર્ટ ઉપર તેઓની કંપનીનો કોલસાનો જથ્થો પડ્યો છે તેમાંથી આરોપીઓએ એકબીજાનું મેળાપીપણું કરીને ટ્રકમાં ૧૦,૮૯૦ મેટ્રિક ટન કોલસાનો જથ્થો ભરી લીધો હતો અને કોઈપણ પ્રકારની સહમતી વગર રૂ.૯૦,૦૦૦ નો કોલસો ટ્રકમાં ભરીને કોલસાની ચોરી કરીને લઈ જતા હતા.ત્યારે ટ્રક પકડાઈ ગયેલ છે જેથી હાલમાં કંપનીના કર્મચારી દ્વારા નોંધાવવામાં આવેલ ચોરીની ફરિયાદને આધારે પોલીસે ટ્રકના માલિક અને ટ્રક ચાલક સામે ગુનો નોંધેલ છે અને આ તપાસમાં ખુલે તે આરોપીઓને પકડવા માટે થઈને માળીયા મિયાણા તાલુકા પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે.




Latest News