હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ મોરબી શહેર-હળવદના રણમલપૂર ગામે જુગારની 3 રેડમાં કુલ 19 શખ્સો 8.12 લાખની રોકડ સાથે પકડાયા મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

નવલખી બંદરે ડુપ્લીકેટ લોડીંગ સ્લીપ આધારે ૧૪ લાખના કોલસાની છેતરપિંડી: ૪ ટ્રક માલિક-ડ્રાઈવર સામે ફરિયાદ


SHARE





નવલખી બંદરે ડુપ્લીકેટ લોડીંગ સ્લીપ આધારે ૧૪ લાખના કોલસાની છેતરપિંડી૪ ટ્રક માલિક-ડ્રાઈવર સામે ફરિયાદ

માળીયા મિયાણા તાલુકામાં આવેલ નવલખી પોર્ટમાં શ્રીજી શીપીંગ કંપનીનો કોલસા રાખવામા આવ્યો હતો તેમાંથી ડુપ્લીકેટ લોડીંગ સ્લીપ બનાવીને તેનો ખરા તરીકે ઉપયોગ કરીને ટ્રકના માલિક અને ટ્રક ચાલક દ્વારા ૧૪ લાખની કિંમતના કોલસાની છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં કંપનીના કર્મચારી દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ જામનગરમાં આવેલ રામેશ્ર્વરનગર શેરી નં-૦૨ ઓમ’ વિકાસ રોડકે.પી. શા વાડીની સામે રહેતા દિપકકુમાર ગોપાલશંકર પુરોહીત જાતે બ્રાહ્મણ (૫૨) એ હાલમાં ટ્રક નં જીજે ૩૬ ટી ૯૪૦૦, જીજે ૩૬ ટી ૮૧૮૦, જીજે ૧૨ ઝેડ ૬૭૫૫, જીજે ૧૨ બીવાય ૮૭૮૦ ના ચાલકો તથા માલીકો તેમજ ફરિયાદી કંપનની ડુપ્લીકેટ લોડીંગ સ્લીપ બનાવનાર તથા તપાસમાં જેના નામ સામે આવે તે તમામની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.૨૬/૧૨/૨૦૨૨ થી સમયાંતરે માળીયા મિયાણા પાસે આવેલ નવલખી પોર્ટની અંદર રાખવામા આવેલ ફરીયાદીની શ્રીજી શીપીંગ કંપનીના કોલસામાંથી આરોપીઓએ એકબીજા સાથે મળીને પોતાનો સમાન ઇરાદો પાર પાડવા શ્રીજી શીપીંગ કંપનીનો બનાવટી લોડીંગ પાસ બનાવી ખરા તરીકે ઉપયોગ કર્યો છે અને ચાર ટ્રકોમાં ૩૫ ૩૫ મેટ્રીક ટન કોલસો જેની અંદાજીત કિંમત ૧૪,૦૦,૦૦૦ થાય છે તે નવલખી પોર્ટમાં કોઇ જગ્યાએ વજન કાટો નહી કરાવી ગેઇટ પાસ મેળવ્યા વગર ભરીને લઇ ગયા છે અને ફરીયાદીની કંપની સાથે છેતરપીંડી અને વિશ્ર્વાસઘાત કરેલ છે જેથી કંપનીના કર્મચારી નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૪૦૬૪૨૦૪૬૫૪૬૭૪૬૮૪૭૧૧૨૦બી૩૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News