મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે બરફીલા બાબા અને ૧૨ જ્યોતિર્લિંગ દર્શનનું કરાયું આયોજન ટંકારાના ખીજડીયા ગામે માનતા પૂરી કરવા ગયેલા યુવાનને કૌટુંબિક જમાઈ અને તેના ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી શેર બજારમાં રોકાણ કરનારાઓ સાવધાન: મોરબીના યુવાન સાથે 4 શખ્સોએ કરી 86.25 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરેથી ડ્રાઇવિંગ કરવા ગયા પછી ગુમ થયેલા વૃદ્ધનું પોલીસે ચાર વર્ષે પરિવાર સાથે કરાવ્યુ મિલન


SHARE





મોરબીમાં ઘરેથી ડ્રાઇવિંગ કરવા ગયા પછી ગુમ થયેલા વૃદ્ધનું પોલીસે ચાર વર્ષે પરિવાર સાથે કરાવ્યુ મિલન

મોરબીથી રફાળેશ્વર સોનલ કૃપા ટ્રાન્સપોર્ટ ખાતે ડ્રાઇવિંગ કરવા ગયેલ વૃદ્ધ છેલ્લા ચાર વર્ષથી ગુમ થઈ ગયા હતા જેથી તેની પત્નીએ ગુમસુધા ફરિયાદ આપી હતી જેના આધારે પોલીસે ગુમ થયેલા વૃદ્ધને શોધવા માટે કવાયત શરૂ કરી હતી અને હાલમાં તે વૃદ્ધ અમદાવાદના બાવળા પાસે આવેલ હોટલેથી મળી આવેલ છે જેથી તેને લાવીને પોલીસે તેનું પરીવાર સાથે મિલન કરાવ્યુ છે

મોરબીના એસપી રાહુલ ત્રીપાઠીની સૂચનાથી જીલ્લામાં વણ શોધાયેલ ગુમ/અપહરણના ભોગ બનનારને શોધી કાઢવા કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી તાલુકાના પીઆઇ કે.એ. વાળાની ટિમ પણ ગુમ થયેલા તેમજ અપહરણ થયેલ લોકોને શોધવા માટે કામ કરી રહી છે ત્યારે વર્ષ ૨૦૧૯ માં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને રમાબેન બટુકભાઇ કલોલા રહે. ધર્મલાભ સોસાયટી મોરબી વાળાએ તેના પતિ બટુકભાઇ રણછોડભાઇ કલોલા તા.૧૫/૦૨/૨૦૧૯ ના પોતાના ઘરેથી રફાળેશ્વર સોનલ કૃપા ટ્રાન્સપોર્ટ ખાતે ડ્રાઇવિંગ કરવા ગયેલ હતા ત્યાર બાદ તા.૨૪/૦૨/૨૦૧૯ ના રોજ ટ્રીપ કરી પરત આવી ઘરે આવ્યા ન હતા જેથી તે ગુમ થયા હોવાની જાણવા જોગ નોંધ કરીને પોલીસે તેને શોધવા માટે કવાયત શરૂ કરી હતી

હાલમાં ટેકનીકલ સોર્સ આધારે ગુમ થનાર બટુકભાઇ રણછોડભાઇ કલોલાના મોબાઇલ નંબર મેળવી અને તપાસ કરતા ગુમ થનાર અમદાવાદ જીલ્લાના બાવળા તાલુકા ખાતે હોવાનુ જાણવા મળતા તાત્કાલીક પીઆઇ કે.એ. વાળાએ તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. ઝાંપડીયાને બાવળા ખાતે રવાના કર્યા હતા અને બાવળા ખાતે ઓનેસ્ટ હોટલ ખાતેથી તે મળી આવતા તેને મોરબી લાવીને સમજાવીને પોતાના ઘરે આવવા રાજી કરી ગુમ થનાર બટુકભાઇ ઉર્ફે નટવરલાલ રણછોડભાઇ કલોલા જાતે પટેલ (૬૫) રહે. ધર્મલાભ સોસાયટી મોરબી મુળ ઉમીયાનગર તાલુકો ટંકારા વાળાનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ છે

જો કે, મોરબીથી ગુમ થયેલા બટુકભાઇને મોરબીથી પોતાના પરીવારને જાણ કર્યા વગર જતા રહેવા બાબતે પુછપરછ કરતા તેને જણાવ્યુ હતુ કે, આજથી દસેક વર્ષ અગાઉ પોતાનો જુવાનજોધ દીકરો અમિત ગળેફાંસો ખાઇને ગુજરી ગયેલ હોય જેથી મોરબીમાં પોતાનુ મન લાગતુ ન હોય અને પોતાના દીકરાના વિચારો આવતા હોય જેના કારણે કોઇને કહ્યા વગર ચાલ્યા ગયા હતા આ કામગીરી પીઆઇ કે.એ. વાળાની સૂચના મુજબ એમ.આર.ગામેતી, અશ્વીનભાઇ ઝાંપડીયા, જયેશકુમાર ચાવડા, યુવરાજસિંહ જાડેજા, ચતુરભાઇ પરમાર દ્વારા કરવામાં આવી હતી




Latest News