મોરબીમાં "નવજાત શિશુ બહેરા-મૂંગા તો નહી થાયને ?" ચિંતાનું નિવારણ કરવા રવિવારે કેમ્પ યોજાશે
SHARE









મોરબીમાં "નવજાત શિશુ બહેરા-મૂંગા તો નહી થાયને ?" ચિંતાનું નિવારણ કરવા રવિવારે કેમ્પ યોજાશે
"નવજાત શિશુ બહેરા-મૂંગા તો નહી થાયને ?" ચિંતાનું નિવારણ કરવા માટે મોરબી ખાતે તા. ૧૨ ના રોજ તદન ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ફક્ત ૧૫ સેકન્ડમાં જરૂરી ટેસ્ટ કરી આપવામાં આવશે અને તે પણ ફ્રીમાં કરી આપવામાં આવશે જેથી કરીને આયોજકો દ્વારા દરેક મા બાપેને આ કેમ્પનો લાભ લેવા માટે અનુરોધ કર્યો છે સાથો સાથ અગાઉ ઓપરેશન કરાવેલ બાળકોની તકલીફ હોય તો તેનું પણ નિરાકરણ કરી આપવામાં આવશે
આ કેમ્પમાં ચેક કરવા માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ૦ થી ૬ વર્ષ સુધીના બાળકોને ચેક કરવામાં આવશે જેથી કરીને તા ૧૨ ના રોજ સવારે ૯ થી ૧ સુધી ડો.પ્રેયસ પંડ્યા શિવમ હોસ્પિટલ રામચોક મોરબી ખાતે હાજર રહેવાનુ રહેશે ત્યારે માત્ર ૧૫ સેકન્ડમા ટેસ્ટ કરવાથી ખબર પડી જશે કે બહેરાશ છે કે નહીં અને આ કેમ્પનો લાભ લેવા માટે ૮૪૬૦૮ ૪૩૭૧૫ અને ૮૦૦૦૨ ૪૦૯૦૨ ઉપર નામ નોંધાવી શકાશે આ ઉપરાંત જે બાળકોના કોક્લિયર ઈંપ્લાન્ટ ઓપરેશન થઈ ગયા છે તેને કોઈ પણ તકલીફ હોય, મશીન માટે કોઈ પણ તકલીફ હોય સ્પીચ થેરાપીની કોઈ પણ તકલીફ હોય તો ડો.મેડમ સુરી ગાંધીનગરથી આવશે અને આપને મળશે તેઓએ ૧૦૦૦ થી વધુ કોક્લિયર ઓપરેશનો કરેલ છે અને ગુજરાત સરકારના ન્યૂડલ ઓફિસર છે માટે ઓપરેશન કરાવેલ બાળકોના મા બાપની મૂંઝવણ પણ આ કેમ્પમાં દૂર કરવા આવશે તેવું ચંદ્રકાન્ત દફતરી (૯૮૨૫૨ ૨૩૧૯૮) અને ડો.પ્રેયસ પંડયાએ જણાવ્યુ છે
