મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબીમાં "નવજાત શિશુ બહેરા-મૂંગા તો નહી થાયને ?" ચિંતાનું નિવારણ કરવા રવિવારે કેમ્પ યોજાશે


SHARE







મોરબીમાં "નવજાત શિશુ બહેરા-મૂંગા તો નહી થાયને ?" ચિંતાનું નિવારણ કરવા રવિવારે કેમ્પ યોજાશે

"નવજાત શિશુ બહેરા-મૂંગા તો નહી થાયને ?" ચિંતાનું નિવારણ કરવા માટે મોરબી ખાતે તા. ૧૨ ના રોજ તદન ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ફક્ત ૧૫ સેકન્ડમાં જરૂરી ટેસ્ટ કરી આપવામાં આવશે અને તે પણ ફ્રીમાં કરી આપવામાં આવશે જેથી કરીને આયોજકો દ્વારા દરેક મા બાપેને આ કેમ્પનો લાભ લેવા માટે અનુરોધ કર્યો છે સાથો સાથ અગાઉ ઓપરેશન કરાવેલ બાળકોની તકલીફ હોય તો તેનું પણ નિરાકરણ કરી આપવામાં આવશે

આ કેમ્પમાં ચેક કરવા માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ૦ થી ૬ વર્ષ સુધીના બાળકોને ચેક કરવામાં આવશે જેથી કરીને તા ૧૨ ના રોજ સવારે ૯ થી ૧ સુધી ડો.પ્રેયસ પંડ્યા શિવમ હોસ્પિટલ રામચોક મોરબી ખાતે હાજર રહેવાનુ રહેશે ત્યારે માત્ર ૧૫ સેકન્ડમા ટેસ્ટ કરવાથી ખબર પડી જશે કે બહેરાશ છે કે નહીં અને આ કેમ્પનો લાભ લેવા માટે ૮૪૬૦૮ ૪૩૭૧૫ અને ૮૦૦૦૨ ૪૦૯૦૨ ઉપર નામ નોંધાવી શકાશે આ ઉપરાંત જે બાળકોના કોક્લિયર ઈંપ્લાન્ટ ઓપરેશન થઈ ગયા છે તેને કોઈ પણ તકલીફ હોય, મશીન માટે કોઈ પણ તકલીફ હોય સ્પીચ થેરાપીની કોઈ પણ તકલીફ હોય તો ડો.મેડમ સુરી ગાંધીનગરથી આવશે અને આપને મળશે તેઓએ ૧૦૦૦ થી વધુ કોક્લિયર ઓપરેશનો કરેલ છે અને ગુજરાત સરકારના ન્યૂડલ ઓફિસર છે માટે ઓપરેશન કરાવેલ બાળકોના મા બાપની મૂંઝવણ પણ આ કેમ્પમાં દૂર કરવા આવશે તેવું ચંદ્રકાન્ત દફતરી (૯૮૨૫૨ ૨૩૧૯૮) અને ડો.પ્રેયસ પંડયાએ જણાવ્યુ છે






Latest News