હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ મોરબી શહેર-હળવદના રણમલપૂર ગામે જુગારની 3 રેડમાં કુલ 19 શખ્સો 8.12 લાખની રોકડ સાથે પકડાયા મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

માળિયા (મી)ના બગસરાના લોકોને મીઠ્ઠા માટે જમીન ન આપવામાં આવે તો હાઇકોર્ટમા જવાની ચીમકી


SHARE





માળિયા (મી)ના બગસરાના લોકોને મીઠ્ઠા માટે જમીન ન આપવામાં આવે તો હાઇકોર્ટમા જવાની ચીમકી

માળિયા મિયાણા તાલુકાના બગસરા ગામના લોકોએ મીઠાના ઉત્પાદન માટે અગાઉ જમીનની માંગણી કરી હતી જો કે હજુ સુધી જમીન આપવામાં આવી નથી જેથી કરીને બગસરા ગામે રહેતા  અગરિયાઓ સહિતના લોકો દ્વારા મીઠાના ઉત્પાદન માટે ૧૦ એકર જમીનની માંગણી કરી છે અને તેઓની માંગણીનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે

માળિયા મિયાણા તાલુકાના બગસરા ગામના લોકોએ વર્ષ ૨૦૨૧ ના નવેમ્બર માહિનામાં કલેક્ટરને અરજી કરીને મીઠાના ઉત્પાદન માટે જમીનની માંગણી કરી હતી જો કે હજુ સુધી જમીન આપવામાં આવી નથી જેથી કરીને બગસરાના લોકોએ કલેક્ટરને વધુ એક વખત લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, તેઓએ જે માંગણી કરી છે તેને ધ્યાને લઈને અરજી નિરાકરણ કરવામાં આવે તો સ્થાનિક લોકોને જે જમીનની માંગણી કરેલ છે તે જમીન બીજા મોટા માણસો કે પછી બહારના વ્યક્તિઓને આપવામાં ન આવે તેવી માંગ કરી છે અને આ જમીન પર પ્રથમ હક સ્થાનિક અગરિયા અને લોકોનો છે જેથી કરીને કલેક્ટર દ્વારા વહેલી તકે જમીન આપવામાં આવે તેવી માંગ કરી છે અને જો તે લોકોની માંગને ધ્યાને નહિ લેવામાં આવે તો હાઈકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે




Latest News