મોરબીમાં કાલે માધાપરના મહારાજાના સ્થાપન સાથે એસી ઑક્સીજન એમ્બ્યુલન્સનું કરશે લોકાર્પણ
મોરબીના ડુપ્લીકેટ રેમેડસીવર કેસમાં એક આરોપીનો જામીન ઉપર છૂટકારો
SHARE









મોરબીના ડુપ્લીકેટ રેમેડસીવર કેસમાં એક આરોપીનો જામીન ઉપર છૂટકારો
મોરબીમાથી અંતરરાજય ડુપ્લીકેટ રેમડેસીવર ઇજેકશનનું કૌભાંડ ઝડપાયું હતુ જેમાં અત્યાર સુધીમાં ૩૨ આરોપીને પકડવામાં આવ્યા છે તે પૈકીનાં એક આરોપીની જમીન અરજી મોરબીની કોર્ટમાં મૂકવામાં આવી હતી જેમાં વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જમીન મંજૂર કરેલ છે
મોરબીમાં કોરોના -૧૯ વાયરસ મહામારીમાં કોરોના પોઝીટીવ દર્દીઓને આપવામાં આવતા રેમડેસીવર ઇજેકશનની અછત હોવાથી બ્લેક માર્કેટીંગ કરવામાં આવતું હોવાના સમાચારો આવ્યા હતા જેથી મોરબી એલ.સી.બી.ની ટીમે શકિત ચેમ્બર-૨ રાધે હોટલ પાસે, ક્રિષ્ના ચેમ્બસ-૩ દુકાન નં. ૧૬, ૧૭ “ ઓમ એન્ટીક ઝોન ” નામની દુકાનમાં રેડ કરી હતી અને ત્યાથી ડુપ્લીકેટ રેમડેસીવર ઇજેકશન સાથે રાહુલ અશ્વિનભાઇ કોટેચા અને રવિવરાજ ઉર્ફે રાજ મનોજ હીરાણી રહે. બંન્ને મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં આ કૌભાડમાં કુલ ૩૫ આરોપીઓના ના સામે આવ્યા હતા જેમાંથી ૩૨ આરોપીઓની અટક કરવામાં આવેલ છે અને બાકીના ૩ આરોપી નાસતા ફરતા છે તેમ ચાર્જશીટમાં જણાવેલ છે આ આરોપીઑ પૈકીનાં ફકીર મોહનગીરી મધુસુદનગીરી એકાદસ્તલી જાતે ગીરી રહે. વાપી જિલ્લો વલસાડ વાળાની ડુપ્લીકેટ રેમડેસીવર ઇન્જકશન ઉપર લગાવવામાં આવેલ “ સ્ટીકર” ની કોમ્યુટર ઉપર આબેહુબ ડીઝાઇન બનાવવામાં ગુનામાં ધરપકડ થયેલ હતી
તેને ડીઝાઇન પોતાના મોબાઇલ મારફતે ઇમેઇલ દ્વારા સોફટ કોપી બનાવી નાગજી ઉર્ફે નાગેશ નામદેવભાઇ મોરે રહે. વાપી વાળાના મોબાઇલમાં મોકલાવેલ અને તે આરોપીઓ કોશલ વોરા અને પુનીત શાહને આ સ્ટીકરો તૈયાર કરીને આપવામાં આવ્યા હતા આ ગુન્હાના કામે ચાર્જશીટ થયા બાદ ફકીર મોહનગીરી મધુસુદનગીરી એકાદસ્તેલી જાતે ગીરીએ વકીલ પી.ડી. માનસેતા દ્વારા મોરબીના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ આશીષ ડી. ઓપ્પા સમક્ષ તારીખ ૩/૯ ના રોજ જામીન અરજી મૂકી હતી જેમાં વકીલ પી.ડી. માનસેતાએ કરેલી કાયદાકીય દલીલો અને જામીન અરજી તેમજ જુદીજુદી કોર્ટના ચુકાદા ધ્યાને લઈને આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે અને ૫૦,૦૦૦ રૂપિયા સોલવન્સી જામીન આપવામાં આવ્યા છે અને આરોપીને ગુજરાત રાજયની હદ છોડવી નહી તેવો હુકમ કરવામાં આવ્યો છે તેવું વકીલ પી.ડી. માનસેતાએ જણાવ્યુ છે
