મોરબીમાં કાલે માધાપરના મહારાજાના સ્થાપન સાથે એસી ઑક્સીજન એમ્બ્યુલન્સનું કરશે લોકાર્પણ
SHARE









મોરબીમાં કાલે માધાપરના મહારાજાના સ્થાપન સાથે એસી ઑક્સીજન એમ્બ્યુલન્સનું કરશે લોકાર્પણ
મોરબીના માધાપર વિસ્તારમાં જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા કાલે માધાપરના મહારાજા (શ્રી ગણેશ મહોત્સવ) નું નવમા વર્ષમાં સ્થાપના કરવામાં આવશે ત્યારે એસી ઑક્સીજન એમ્બ્યુલન્સ પણ લોકાર્પણ કરવામાં આવશે અને તેની સાથોસાથ દાતાઓનું સન્માન પણ કરશે
મોરબીના માધાપર વિસ્તારમાં જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ કંઝારીયાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, ગણેશ ચતુર્થી નિમીતે માધાપર સોશ્યલ ગ્રુપ દ્વારા દરવર્ષે ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે પણ માધાપરના મહારાજા (શ્રી ગણેશ મહોત્સવ) નું નવમા વર્ષે કાલે સ્થાપન કરવામાં આવશે અને મૂર્તિના દાતા ડાયાલાલ ધરમશીભાઇ સોનગ્રા છે તેની સાથે સમસ્ત મોરબી સતવારા સમાજના દર્દીઓની સેવા અર્થે એસી ઓકિસજન એબ્યુલન્સ આપવામાં આવે છે તે દાતા સ્વ. દિલીપભાઇ ડુંગરશીભાઇ પરમારના પરિવાર દ્વારા તેની લોકાર્પણ કરવામાં આવશે અને ત્યાર બાદ સમાજની વાડીમાં કાર્યક્ર્મ યોજશે જેમાં શ્રધ્ધાંજલી સેવાના કાયમી અન્નદાનના દાતાઓ તેમજ શ્રધ્ધાંજલી સેવાની સેવા આપનાર કર્મયોગી ભાઇઓ / બહેનોના સન્માન કરવામાં આવશે આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટ, રામજી મંદિર સતવારા જ્ઞાતિ ટ્રસ્ટ, માધાપર સોશ્યલ ગ્રુપ, અને મોરબી સતવારા સોશ્યલ ગ્રુપના હોદેદારો સહિતના લોકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે
