મોરબીના ડુપ્લીકેટ રેમેડસીવર કેસમાં એક આરોપીનો જામીન ઉપર છૂટકારો
મોરબીમાં શાકમાર્કેટમાં બેસુમાર ગંદકી, લોહાણાપરામાં ગારો અને કિચડનું સામ્રાજ્ય: વેપારીઓ અને ગ્રાહકો ત્રાહિમામ
SHARE









મોરબીમાં શાકમાર્કેટમાં બેસુમાર ગંદકી, લોહાણાપરામાં ગારો અને કિચડનું સામ્રાજ્ય: વેપારીઓ અને ગ્રાહકો ત્રાહિમામ
મોરબી શહેરમાં પડેલા નજીવા વરસાદમાં શાકમાર્કેટની અંદરના ભાગમાં વરસાદી પાણી અને ગટરનું પાણી ભરાઈ ગયું છે અને માર્કેટ પાછળના ભાગમાં લોહાણપરામાં ગંદકીના થર જામી ગયા છે જેથી કરીને વેપારીઓ અને ત્યાં માલ લેવા માટે આવતા ગ્રાહકોના આરોગ્ય ઉપર જોખમ ઊભું થાય તેવી શ્ક્યતા છે ત્યારે ચોમાસામાં તો ઠીક હવે બારે મહિના અહી ગંદકી જોવા મળતી હોય છે જેને દુર કરવા માટે સ્થાનિક વેપારીઓ અને લોકો દ્વારા અગાઉ વારંવાર પાલિકામાં રજુઆતો કરવામાં આવે છે તો પણ પાલિકા તંત્ર દ્વારા આ મુદ્દે કોઈ અસરકારક કામગીરી કરવામાં આવી નથી જેના કારણે ગંદકીની પીડા વચ્ચે જ વેપારીઓ વેપાર કરી રહ્યા છે
કોઇપણ શહેરમાં લોકોને પાલિકા પાસે સામાન્ય રીતે લાઈટ, પાણી, રોડ-રસ્તા, સફાઈ અને ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓની જ અપેક્ષા હોય છે તેવી જ રીતે મોરબી શહેરના વેપારીઓને પણ પાલિકા પાસે આવી પ્રાથમિક સુવિધાની અપેક્ષા છે જો કે, તે પૂરી પાડવામાં પાલિકા તંત્ર વામણું પુરવાર થઇ રહ્યું છે તે હક્કિત છે અને પાલિકમાં સ્ટાફનો અભાવ કે પછી અન્ય કોઈપના કારણોસર લોકોને મળવી જોઈએ તે સુવીધાઓ મળતી નથી જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે અહી આપણે વાત કરીએ છીએ મોરબીમાં આવેલી શાકમાર્કેટની કે જ્યાં આખા મોરબી અને આજુબાજુના ગામોમાથી લોકો શાકભાજી લેવા માટે આવતા હોય છે ત્યાં વરસાદી પાણી અને ગટરનું પાણી ભરાઈ ગયું છે અને તેની પાછળના ભાગમાં આવેલ લોહાણાપરા વિસ્તારમાં ગટર, ગારો અને કીચડનું સામ્રાજ્ય છે
મોરબી પાલિકામાં વેપારીઓ સહિતના લોકો પુરતો ટેક્ષ ભારે છે તો પણ તેને સારી સુવિધા આપવામાં આવી રહી નથી જેના કારણે વેપારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને હાલમાં ભાદરવા માહિનામાં વરસાદ પડી રહ્યો છે ત્યારે નજીવો વરસાદ છેલ્લા દિવસોમાં પડ્યો છે તો પણ માર્કેટની પાછળના ભાગમાં આવેલ અને અંદર ગંદકીના ગંજ જોવા મળે છે અને ગારો, કીચડ તેમજ ગંદકીનું સામ્રાજ્ય ઉભું થઇ ગયું છે જેથી કરીને વેપારીઓને વેપાર ધંધામાં ઘણું નુકશાન થઇ રહ્યું છે અને ખાસ કરીને લોકોને ત્યાં વસ્તુ લેવા આવવામાં આપણ જોખમ રહે છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા ગંદકી દુર કરવામાં આવી રહી નથી જેથી વેપારીઓ અને નગરજનોમાં ભારોભાર રોષની લાગણી ફેલાઈ છે
મોરબી શકમાર્કેટના વેપારીઓ પાસેથી મળતી માહિતી મુજબ માર્કેટની પાછળના ભાગમાં અને અંદર ગંદકીનું સામ્રાજ્ય છે તેને દૂર કરવા માટે પાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ ગંદકીને દૂર કરવા માટે આવતું નથી જેથી કરીને વેપારીઓ અને ગ્રાહકોને હરના થવું પડે છે અને ખાસ કરીનેવેપારીઓની વાત કરીએ તો તેઓને માલની નુકશાની પણ સહન કરવી પડે છે છેલ્લા દિવસોથી માર્કેટમાં બેસુમાર ગંદકી થઇ ગઈ છે જેની પાલિકામાં જાણ છે તો પણ વેપારીઓ દ્વારા વધુ એક વખત જાણ કરવામાં આવી છે છતાં પણ આ વિસ્તારની ગંદકી દૂર કરવા માટે થઈને કામગીરી કરવા માટે પાલિકા દ્વારા કોઈ નક્કર આયોજન કરવામાં આવ્યું નથી જેથી પાલિકાની સામે વેપારીઓ અને નગરજનોમાં અસંતોષની લાગણી છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”
