વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલના રિનોવેશન કામમાં જયસુખભાઇ પટેલે ધ્યાન આપ્યું નથી: જામીન અરજી નામંજૂર


SHARE









મોરબીમાં ઝૂલતા પુલના રિનોવેશન કામમાં જયસુખભાઇ પટેલે ધ્યાન આપ્યું નથી: જામીન અરજી નામંજૂર

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં પકડાયેલા આરોપી જયસુખભાઈ પટેલના રેગ્યુલર જામીન માટેની મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી કરી હતી જેમાં સરકારી વકીલ કરવામાં આવેલી દલીલો તેમજ ભોગ બનેલા પરિવારના વકીલ દ્વારા લેવામાં આવેલા વાંધાઓને ધ્યાને લઈને મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા જામીન અરજીને રદ કરવામાં આવી છે

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત થયા હતા અને તેના માટે હાઇકોર્ટમાં કરવામાં આવેલ સૂઓમોટો અને પિટિશનની સુનાવણીઓ ચાલી રહી છે દરમ્યાન મૃતકો અને ઇજાગ્રસ્તોને જે વળતર આપવા માટેનું કહેવામા આવ્યું છે તેની સામે અડધી રકમ ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ દ્વારા કોર્ટમાં જમા પણ કરી દેવામાં આવી છે ત્યારે ચાર્જશીટ પછી મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આરોપી જયસુખભાઈ પટેલની રેગ્યુલર જમીન અરજી મૂકવામાં આવી હતી જેમાં જયસુખભાઇ પટેલના વકીલે કરેલી દલીલની સામે સરકારી વકીલ એસ.કે. વોરા દ્વારા દલીલ કરવામાં આવી હતી અને ભોગ બનેલા પરિવારના વકીલ દ્વારા વાંધા અરજી આપવામાં આવી હતી જેને ધ્યાને રાખીને મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા જયસુખભાઇ પટેલની જામીન અરજીને રદ કરવામાં આવી છે

કોર્ટ દ્વારા જે ઓર્ડર કરવામાં આવેલ છે તેમાં જણાવ્યુ છે કે, ઝૂલતા પુલનું રિનોવેશન કામ યોગ્ય રીતે કરવામાં આવ્યું ન હોય તો દુર્ઘટના બની શકે છે તેવું જાણતા હોવા છતાં પણ જયસુખભાઇ પટેલ દ્વારા રિનોવેશનના કામમાં ધ્યાન આપવામાં આવ્યું નથી અને જયસુખભાઇ પટેલની સૂચના મુજબ જ પુલનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે તેની જામીન અરજીને મંજૂર કરી શકાય નહીં તે માટે આ રેગ્યુલર જામીન માટેની અરજીને નામંજૂર કરવામાં આવી છે તેવું ભોગ બનેલા પરિવારના વકીલ એન. આર. જાડેજા અને દિલીપભાઇ આગેચાણીયાએ માહિતી આપતા જણાવ્યુ છે




Latest News