મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં રેતી ચોરી કરતાં શખ્સોનો ૭.૬૧ કરોડથી વધુનો મુદામાલ જપ્ત: ૫૦ શખ્સો સામે ગુનો નોંધાયો


SHARE







મોરબી જિલ્લામાં રેતી ચોરી કરતાં શખ્સોનો ૭.૬૧ કરોડથી વધુનો મુદામાલ જપ્ત: ૫૦ શખ્સો સામે ગુનો નોંધાયો

મોરબી જીલ્લાના હળવદની બ્રાહ્મણી નદીમા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે શનિવારે મોડી સાંજે રેડ કરી હતી અને ત્યાથી રેતી ચોરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા વાહનોને કબજે કરવામાં આવ્યા હતા તેમજ તે વાહનોને ચલાવતા શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી અને તમામ આરોપીઓ અને મુદામાલ હાલમાં હળવદ તાલુકા પોલીસને સોપવામાં આવેલ છે અને સ્ટેટ મોનીટરીંગ સેલ પીએસઆઈ દ્વારા ૫૦ શખ્સોની સામે ખનીજ ચોરીનો ગુનો નોંધવામાં આવેલ છે

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલ ચાડધ્રા ગામ પાસે નદીમા રેતી ચોરી કરવામાં આવે છે તેવી ફરિયાદ મળી હતી જેના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ સી.એન. પરમારની આગેવાનીમાં ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ૧૨ હિટાચી, ૧૩ ડમ્પર, બે ટ્રક, ૩૩ મોબાઈલ, ૭ બાઇક સહિત કુલ મળીને ૭.૬૧ કરોડથી વધુનો મુદામાલ કબજે કર્યો છે અને સ્થળ ઉપરથી કુલ મળીને ૩૦ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી જો કે, જુદાજુદા વાહનોના માલિકો તેમજ વાહન ચાલકો સહિત કુલ ૨૦ શખ્સો સ્થળ ઉપરથી મળી આવ્યા ન હતા જેથી કરીને તેની સામે પણ ગુનો નોંધવામાં આવેલ છે આમ સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઇ સહિતની ટીમ દ્વારા કરવામાં આવેલ રેડ બાદ જુદાજુદા વાહનોના માલિકો સહિત કુલ મળીને ૫૦ શખ્સો સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે ત્યારે સ્થાનિક પોલીસ અને ખાન ખનીજ વિભાગના અધિકારીઓની કામગીરી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે અને શા માટે અહીના અધિકારીઓને આ રેતી ચોરીનું દૂષણ દેખાતું નથી તે સૌથી મોટો સવાલ છે અને જો તે દિશામાં તપાસ કરીને નક્કર કામગીરી કરવામાં આવે તેવો કેટલાક ટોચના અધિકારીઓ અને નેતાઓ સુધી રેલો આવે તેવી શ્ક્યતા સેવાઇ રહી છે






Latest News