મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત
Breaking news
Morbi Today

ભૂપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા આમંત્રણ પાઠવતા રાજ્યપાલ: અઢી વાગ્યે લેશે શપથ


SHARE







ભૂપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા આમંત્રણ પાઠવતા રાજ્યપાલ: અઢી વાગ્યે લેશે શપથ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજભવન ખાતે ભારતીય જનતા પાર્ટીના વિધાયક દળના નવનિયુક્ત નેતા અને ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલે મળીને રાજ્યમાં તેમનાં નેતૃત્વની નવી સરકારની રચના માટેનો પ્રસ્તાવ રજૂ કરતો પત્ર સુપ્રત કર્યો હતો. રાજયપાલએ તેમના પ્રસ્તાવનો સ્વીકાર કરીને તેમને આવતી કાલે એટલે કે  તા. ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ને સોમવારના રોજ બપોરના ૨.૨૦ કલાકે મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. શપથ ગ્રહણ સમારોહ રાજભવન ખાતે યોજાશે.

આ પ્રસંગે કાર્યકારી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, કેન્દ્રીય નિરીક્ષકો ભૂપેન્દ્ર યાદવ, નરેન્દ્રસિંહ તોમર, પ્રહલાદ જોષી, બી.એલ.સંતોષજી, કેન્દ્રીય મંત્રીઓ પુરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, દર્શનાબેન જરદોશ, દેવુસિંહ ચૌહાણ, રાજ્યમંત્રી મંડળના સદસ્યો, મુખ્ય સચિવ પંકજકુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News