વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં વેલનાથ બાપાની પુણ્યતિથિએ સમસ્ત કોળી સમાજ દ્વારા શોભાયાત્રા યોજાઇ


SHARE









મોરબીમાં વેલનાથ બાપાની પુણ્યતિથિએ સમસ્ત કોળી સમાજ દ્વારા શોભાયાત્રા યોજાઇ

મોરબીમાં વેલનાથ બાપાની પુણ્યતિથિ નિમેતે સમસ્ત કોળી સમાજ દ્વારા શોભાયાત્રા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અત્રે ઉલેખનીય છે કે, સમસ્ત કોળી સમાજ દ્વારા સમાજના ધર્મ ગુરુ વેલનાથ બાપાની પુણ્યતિથિ નિમેતે મોરબીમાં આજે શોભાયાત્રા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ શોભાયાત્રા મોરબીના રેલ્વે સ્ટેશન રોડે આવેલ જડેશ્વર મંદિરથી શરૂ કરવામાં આવી હતી અને નેહરુગેટ થઈને મોરબીના સામાકાંઠે આવેલ ચુંવાળીયા કોળી સમાજની બોડિંગે પૂર્ણ કરવામાં આવી હતી ત્યાં સમાજના લોકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો સમાજના તમામ લોકોએ લાભ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના પ્રમુખ અજયભાઈ લાભુભાઈ વાઘાણી, વિપુલભાઈ રમેશભાઈ ગણેશીયા, ગુજરાત પ્રદેશ ચુંવાળીયા કોળી સમાજના સહમંત્રી જગદીશભાઈ જી. બાંભણીયા, મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી સમાજના પ્રમુખ હેમંતભાઈ ધોઘાભાઈ સુરેલા સહિતની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી




Latest News