ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં નિવૃત એએસઆઈને બેઝબોલનો ધોકા વડે માર મારનાર આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં નિવૃત એએસઆઈને બેઝબોલનો ધોકા વડે માર મારનાર આરોપીની ધરપકડ

મોરબીમાં લાલબાગ પાસે મંદિરના ગ્રાઉન્ડમાં બેઠેલ નિવૃત એએસઆઈને અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને એક શખ્સે બેઝબોલના ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી નિવૃત્ત પોલીસ કર્મચારીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા નિવૃત એએસઆઈ વનરાજસિંહ ભૂપતસિંહ ઝાલા જાતે દરબાર (૬૧) એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગીરીરાજસિંહ કનકસિંહ જાડેજા રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટી મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, લાલબાગ પાસે આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના ગ્રાઉન્ડમાં બેઠા હતા ત્યારે આરોપી તેની પાસે આવ્યો હતો અને નવ મહિના પહેલા મારા બાપુજી અને ભાઈ સાથે ઝઘડો કેમ કર્યો હતો તેવું કહીને બોલાચાલી કરી અને ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ ગાળો આપી હતી ત્યારે ગાળો આપવાની ના પાડતા તેના હાથમાં રહેલ બેઝબોલના ધોકા વડે નિવૃત પોલીસ કર્મચારીને માથા અને જમણા હાથે માર માર્યો હતો જેથી નિવૃત પોલીસ કર્મચારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપી ગીરીરાજસિંહ કનકસિંહ જાડેજા (૨૬) રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરેલ છે

મારામારીમાં ઇજા
મોરબીના માળિયા ફાટક ચોકડીથી આગળના ભાગમાં આવેલ કાવેરી સીરામીક પાસે શક્તિનગર નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં અજય મીઠુંભાઈ પરમાર (૩૧) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી મારામારીના બનાવમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં સુમનબેન હસમુખભાઈ પાટડીયા અને હસમુખભાઈ ખોળજીભાઈ પાટડીયાને ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને બંનેને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
મોરબીના લખધીરપુર રોડ ઉપર બાઈક સાથે બાઈક અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં અશરફ ઈસ્માઈલભાઈ (૪૧) રહે, સરસ્વતી સોસાયટી ભાયાવદર તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ વાળાને ઇજાઓ થઈ હતી જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવવાની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. પટેલ ચલાવી રહ્યા છે






Latest News